તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકીઓના ધ્વંસ બાદ રાષ્ટ્રભાવનાથી છલકાતી અભિવ્યક્તિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એર સ્ટ્રાઇક બાદ ભાવનગરમાં ઠેર ઠેર ફટાકડા ફૂટ્યા, આતશબાજી થઈ અને િતરંગા સાથે બાઈક રેલીઓ યોજાઈ
ભાવનગર ¿ પુલવામાના હુમલાના 13મા દિવસે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન હેઠળના કાશ્મીર(પીઓકે)માં મધ્ય રાત બાદ ઘૂસીને ત્યાંના આતંકીઓના કેમ્પ પર બોમ્બ વર્ષા કરીને ખાતમો કર્યાના સમાચાર આને સવારે મળતાની સાથે જ ભાવેણાવાસીઓમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ હતી અને સાંજે તો ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સેના ઉપર આતંકીઓના હુમલા બાદ એક પ્રકારે શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો જ યોજાતા હતા પણ આજના આતંકીઓ પરના હુમલાને લીધે જાણે ભાવનગરીઓમાં એક નવી ચેતના, જોમ અને જુસ્સાનો સંચાર થયેલો જોવા મળ્યો હતો. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ આ હુમલો એર ફોર્સ દ્વારા કરવામાં આવ્યો અને તેમાં ગણતરીની મિનિટોમાં જ બોમ્બ વર્ષા કરી આપણા મિરાજ વિમાનો પાછા ફર્યા તેનાથી ભાવેણાવાસીઓમાં આનંદની વર્ષા થઇ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઘોઘાગેટ સહિતના વિસ્તારોમાં આતશબાજી થઈ હતી. તો આ અવસરે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા લશ્કરના િનવૃત્ત જવાનો અને જે જવાનો લશ્કરમાં ફરજ બજાવતા હોય તેના પરિવારની મુલાકાત લઈ પ્રત્યાઘાત મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો