તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમે પણ દેશ માટે રમીએ છીએ છતા કોઇ ઓળખતુ નથી : અખીલન પારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે બાસ્કેટબોલની રમતનું નામ પડે એટલે લોકો પૂર્વધારણા બાંધી બેસે છે કે અસાધારણ ઉંચાઇ વાળા લોકો જ તેમાં રમી શકે, પરંતુ આ વાતને જડમૂળથી નકારતા ભારતીય બાસ્કેટબોલ ટીમના કેપ્ટન અખીલન પારીએ જણાવ્યુ હતુકે, આ રમતમાં સાધારણ ઉંચાઇ વાળા ખેલાડીઓ અસાધારણ દેખાવ કરી શકે છે.

ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા તામિલનાડુ ટીમના કેપ્ટન અખીલન પારીએ કહ્યું હતુકે, અમે લોકો પણ દેશ માટે જ રમીએ છીએ પરંતુ દુ:ખદ બાબત અને નગ્ન વાસ્તવિક્તા એ છે કે, અમને કોઇ ઓળખતુ પણ નથી. ક્રિકેટમાં શહેરકક્ષાએ રમતા ખેલાડીને આખુ ગામ ઓળખતુ હોય છે, અને બાસ્કેટબોલના ઇન્ટરનેશનલ ખેલાડીઓ બાજુમાંથી પસાર થઇ જાય તો પણ કોઇ નોંધ લેતુ નથી.

અખીલનના મતે બાસ્કેટબોલની રમતમાં સ્પીડ, સ્કીલ અને ઇન્ટેલિજન્સનું ખૂબ મહત્વ હોય છે, તેની સાથે ચપળતાનો સંગમ થાય એટલે ખેલાડીને કોઇ રોકી શકે નહીં. સારી ઉંચાઇની જરૂર ઇનર રિંગમાં જ હોય છે, બાકી આખા મેદાનમાં સાધારણ ઉંચાઇ ધરાવતા ખેલાડી પણ લાંબા ખેલાડીઓને મ્હાત આપી શકવા માટે સમર્થ હોય છે.

તામિલનાડુની ટીમ ગત વખતની સીનિયર નેશનલ ટુર્ના.ની ચેમ્પિયન છે, અનુભવી અને યુવા ખેલાડીઓથી ભરેલી છે અને ભાવનગરમાં પણ વિજય પતાકા લહેરાવવા આગળ ધપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...