તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુરોપીયન યુનિયન 3 દિવસની મુલાકાતે : રોલિંગ મિલ નિહાળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં સમયાવધિ પૂર્ણ થઇ ચૂકેલા જહાજોનો મોટો જથ્થો યુરોપીયન યુનિયન ધરાવે છે. તેઓના જહાજ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે મોકલતા પૂર્વે તમામ અભ્યાસ હાથ ધરાઇ રહ્યા છે. યુરોપીયન યુનિયનનું 24 મેમ્બરોનું પ્રતિનિધિ મંડળ સોમવારે ત્રિદિવસીય મુલાકાતે આવી પહોંચ્યુ છે, અને પ્રથમ દિવસે સિહોરની રોલિંગ મિલોની ઉત્પાદન પ્રક્રિયાઓ નિહાળી હતી. દક્ષિણ એશિયામાં થઇ રહેલા શિપ બ્રેકિંગ અંગે યુરોપીયન યુનિયનનો સ્પષ્ટ વિરોધ છે, અને હોંગકોંગ કન્વેન્શન સ્વીકારનાર દેશોને જ પોતાના જહાજ ભાંગવા મોકલવાનું વલણ ધરાવે છે. બીચિંગ પધ્ધતિથી કરાઇ રહેલા શિપબ્રેકિંગ અંગે યુરોપરીયન યુનિયનનું નકારાત્મક વલણ જાણીતુ છે. પરંતુ જે પ્રકારે ભારતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કોડ લાદવામાં આવ્યો છે, અને 70થી વધુ શિપબ્રેકિંગ પ્લોટ આંતરરરાષ્ટ્રીય માપદંડ મુજબના થઇ રહ્યા છે, અને હોંગકોંગ કન્વેન્શનની મોટાભાગની ભલામણો પણ લાગુ કરાઇ રહી છે, તેને ધ્યાનમાં રાખીને યુરોપીયન યુનિયન પણ કુણું પડ્યુ છે. અને ભારત તરફ નજર દોડાવવા લાગ્યુ છે. તેઓ સારી પેઠે જાણે છે કે અલંગ શિપબ્રેકિંગ યાર્ડ દ્વારા સ્વીકારવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સુધારા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં નજીકના ભવિષ્યમાં પણ થઇ શકે તેમ નથી. યુરોપીયન યુનિયન મંગળવારથી અલંગની મુલાકાત લેશે. 24 સભ્યોના પ્રતિનિધિ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના શિપબ્રેકિંગ પ્લોટની મુલાકાત લેવામાં આવશે, કાર્યપધ્ધતિ નિહાળવામાં આવશે. ઉપરાંત લેબર હાઉસિંગ કોલોની, કામદાર તાલીમ સંકુલ, ટીએસડીએફ સાઇટની પણ મુલાકાત લેશે. યુરોપીયન યુનિયન સમક્ષ અલંગના બે શિપબ્રેકિંગ જૂથે માન્યતા માટે એપ્લાય કર્યુ હતુ જે હવે પુન:વિચારણા તળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો