તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ-અમદાવાદ બ્રોડગેજમાં એન્જીન ટેસ્ટીંગ સફળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર રેલવેનો અમદાવાદ - બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેકટ આખરે પૂર્ણતા તરફ ગતિ કરી રહ્યો છે. આ વર્ષના અંત સુધીમાં લોકોને અતિ આધુનિક સુવિધાવાળી ટ્રેનો સાથે સાડા ત્રણ કલાકમાં પહોંચતી બ્રોડગેજ પર ચાલતી ટ્રેન આપવાના ટાર્ગેટ સાથે કામ થઇ રહ્યું છે ત્યારે આ માર્ગ પર બોટાદથી હડાલા ભાલ સુધીના 40 કિલોમીટર માર્ગ પર એન્જીન ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.

હાલમાં આ પ્રોજેક્ટ લગભગ 65 ટકા જેટલો પૂર્ણ થયો છે.આ માર્ગ પર બોટાદથી હડાલા ભાલ સુધીના 40 કિલોમીટર માર્ગ પર એન્જીન ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ માસના અંત સુધીમાં પ્રકારે વધુ 20 કિમી માર્ગનો ઉમેરો કરી 60 કિમી માર્ગ અંકે કરાશે.

અમદાવાદ - બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ 2012-13માં સેંકશન થયો હતો અને તેનું કામ રેલવે વિકાસ નિગમ લિમિટેડ એટલે કે આરવીએનએલને સોંપાયું હતું. શરૂઆતમાં આ પ્રોજેક્ટ 800 કરોડ આસપાસનો હતો પરંતુ આજે આ પ્રોજેક્ટ 1143 કરોડનો થયો છે. આ લાઇન પર આવેલાં 12 સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરશે. નવાં બનનાર સ્ટેશનોમાં મોરીયા, મેટોડા, તગડી, ધંધૂકા, સરખેજ, બાવળા, ધોળકા, ગોધનેશ્વરનો સમાવેશ થાય છે.

ક્યું કામ કેટલા ટકા પૂર્ણ થઈ ગયું
અર્થવર્ક ફોર્મેશન : 90 ટકા

બેલાસ્ટ સપ્લાય : 100 ટકા

મેજર બ્રીજ વર્ક : 97 ટકા

માઇનોર બ્રીજવર્ક : 78 ટકા

સ્ટેશન બિલ્ડીંગ : 65 ટકા

સ્ટાફ ક્વાર્ટર્સ : 72 ટકા

મેઇન લાઇન લીંકીંગ : 40 ટકા

અમદાવાદ-બોટાદ કન્વર્ઝન સ્ટેટસ
2012/13 : ગેજ કન્વર્ઝન મંજૂર, RVNLને કામ સોંપાયું

1143.59 કરોડ : અંદાજીત બજેટ

676.58 કરોડ : માર્ચ - 2019 સુધીમાં થયેલ ખર્ચ

170.48 કિલોમીટર : પ્રોજેક્ટમાં ટ્રેકની લંબાઇ

110 કિલોમીટર પર અવર : મેક્સિમમ સ્પીડ

2019 ડિસેમ્બર : પ્રોજેક્ટ પૂરો કરવાનો ટાર્ગેટઇલેક્ટ્રીફીકેશનનું કામ અલગથી થશે
આ માર્ગ પર ઇલેક્ટરી ફિકેશનનું કામ પણ થવાનું છે. માર્ગ નવો મળશે ત્યારે ઇલેક્ટરીફાઇડ રેલવે ચાલતી હશે અને તે કામ આરવીએનએલ ઉપરાંતના એક યુનિટ દ્વારા અલગથી થશે. આ કામ આગામી ડિસેમ્બર સુધીમાં તમામ કામ પૂર્ણ થઇ જાય તે પ્રકારે કામ થઇ રહ્યું છે. પ્રદીપ શર્મા, પીઆરઓ, અમદાવાદ રેલવે

અન્ય સમાચારો પણ છે...