તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મોળા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં ગઇ કાલે સાર્વત્રિક વરસાદ વરસી ગયો બાદ આજે ભારે વરસાદની આગાહી વચ્ચે સાંજ સુધી માત્ર ગારિયાધારમાં હળવા ઝાપટા વરસ્યા હતા બાકી માત્ર વાદળો સાથે મેઘાડંબર છવાયેલું રહ્યું હતુ. જેથી ખાસ તો ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. આજે ભાદરવાનો અંતિમ દિવસ હતો અને આવતી કાલથી આસો માસનો આરંભ થઇ રહ્યો છે ત્યારે હસ્ત(હાથિયો) નક્ષત્ર છે તેો બીજી બાજુ ધોધમાર અને તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં તો આજે સાંજે 4 વાગ્યા સુધી વાદળોની આવનજાવન વચ્ચે સૂર્યનારાયનો પ્રકાશ ખીલતા લોકો આનંદમાં આવી ગયા હતા. જો કે બાદમાં વાદળો આવયા હતા. ગારિયાધારમાં આજે હળવા ઝાપટા સાથે 4 મી.મી. વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં વર્ષની 587 મી.મી. વરસાદની એવરેજ સામે 741 મી.મી. એટલે કે 126.22 ટકા વરસાદ વરસી ગયો છે. તેમાં ભાવનગર શહેરમાં તો આ ચોમાસામાં 1132 મી.મી. એટલે કે 45.28 ઇંચ વરસાદ વરસી ગયો છે.

હવે આસો માસના આરંભે નોરતા શરૂ થતા હોય ખેલૈયાઓ મેઘરાજા ખમૈયા કરેતેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...