તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિધવા સહાયના ફોર્મ મામલે થયેલો હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા મળતી વિધવા સહાયમાં સંતાનને ધ્યાનમાં નહી લેવાની આપેલી છૂટ બાદ 1લી એપ્રિલથી અમલી બનતા વિધવા સહાયના ફોર્મ મેળવવા અને આપવા સીટી મામલતદાર કચેરીએ ધસારો થાય છે ત્યારે લાભાર્થીઓને સગવડતાના અભાવ બાબતે આજે રાજકીય પક્ષના નેતા સહિતના મામલતદાર કચેરીએ જઇ ચડતા અને મામલતદાર કચેરીમાં પક્ષાપક્ષી શરૂ થતા એક તબક્કે તો આચાર સંહિતા ભંગ સુધી મામલો ગયો હતો. જોકે ત્યારબાદ થાળે પડતા સાંજ સુધીમાં લાભાર્થીઓની સુવિધામાં વધારો પણ કર્યો હતો.

વિધવા સહાયમાં સરકારે છૂટ આપતા હવે સંતાનને નજર અંદાજ કરી તમામ વિધવાઓને સહાય આપવાની ૧લી એપ્રિલથી અમલવારી શરૂ થતા મામલતદાર કચેરીએ લાભાર્થીઓના રાફડો ફાટે છે. રોજ સવારથી ચારસો પાંચસો લોકો ફોર્મ મેળવવા અને આપવા માટે ઊમટી પડે છે. એક તરફ ચૂંટણીની દોડધામ અને બીજી તરફ વિધવા સહાય માટે લાભાર્થીઓના ટોળાને કારણે સહાયના ફોર્મની સ્ક્રુટિની માટે થોડો સમય જતા રાજકીય પક્ષના નેતા સહિતના સીટી મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા. અને બહાર તડકે ઉભેલા લાભાર્થીઓની સગવડતા કરવા અને સ્ક્રુટીની વગર જ હાલમાં ફોર્મ આપી દેવા માગણી કરી હતી. તેમજ સીટી મામલતદાર કચેરીમાં જઇ તેઓ કોંગ્રેસના નેતા હોવાનું જણાવી રજૂઆત કરતા સીટી મામલતદારે કોઈ રાજકીય પક્ષના ઉલ્લેખ નહી કરવા નહી તો આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ થઇ શકે તેમ જણાવતા અંતે મામલો થાળે પડ્યો હતો. વિધવા સહાય ફોર્મનો હોબાળો થતા પ્રાંત અધિકારી પણ મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા. અને સાંજે મામલતદાર કચેરીમાં લાભાર્થીઓને તડકો ના લાગે તે માટે મંડપ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

રાજકીય પક્ષની વાત કચેરીમાં ના થઈ શકે
મામલતદાર કચેરીનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલો છે છતાં ઓફિસમાં રહેલા તમામ સ્ટાફને વિધવા સહાય કામગીરીમાં રોકી લાભાર્થીઓને મુશ્કેલી ના પડે તેવા પ્રયાસો કરીએ છીએ. મારી કચેરીમાં આવી રજૂઆતકર્તાએ રાજકીય પક્ષના હોદ્દેદાર હોવાનું જણાવતા ચૂંટણી હોવાથી તેવી કોઈ બાબતો સરકારી કચેરીમાં ના કરવા જણાવ્યું હતું. વિજયાબેન પરમાર, સીટી મામલતદાર

પુરાવાના અભાવે અનેક ફોર્મ નકામા
વિધવા સહાય મેળવવા ઇચ્છતા લાભાર્થીઓ ફોર્મ લેવા આવે ત્યારે તેઓની પૂછપરછ કરી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની વિગત આપતા હતા પરંતુ આજે હોબાળો થતા રજૂઆતના આધારે દરેકને ફોર્મ આપી દીધા હતા. જે પરત આવતા અનેક ફોર્મમાં પુરાવા અને વિગતનો અભાવ હોવાથી નામંજૂર કરી નકામા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...