તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોના પરિવારો માટે દાનનો અવિરત ધોધ : 50 લાખનુ દાન જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા પુલવામાં હુમલાના શહીદોના પરિવારને આર્થિક સહાય માટેનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. શહીદોના પરિવાર માટે દાનની હાકલ કરવામાં આવતા આજે પણ કુલ રૂા.3,45,654ની રકમ સ્વૈચ્છિક દાનમાં મળી હતી.

ભાવનગરના શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સીઆરપીઅેફના જવાનો પર આતંકવાદી�ઓના હુમલા બાદ શહીદ થયેલા ભારત માતાના જવાનોના પરિવારને સહાય માટે ભાવનગરમાંથી દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. આ શહીદો માટે સહાયની અપીલ કરવામાં આવતા આજે એક જ દિવસમાં રૂા.3,45,651 લાખની સહાય મળી છે અને જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિગત સહાયનો ધોધ શરૂ રહ્યો છે. આજે જે દાનની રકમ મળી તેમાં શેઠ બ્રધર્સ 100000, રણજીતભાઇ એસ વાળા 51000, એક શુભેચ્છક 51000, સ્વામીનારાયણ ગુરૂકુળ પ્રાથમિક શાળા 33000, એક શુભેચ્છક 25251, ભાવનગર પેપર બુકસ સ્ટેશનરી મર્ચન્ટ એસોસીએશન 25000,ઇટરનલ મોટર 11000,લાભશંકર ઓ.જાની 11000, ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ 10400, પ્રતિકલ્પા શર્મા 10000,રૂચા નવનીતરાય શાહ 10000,હર્ષદરાય એમ.ભટ્ટ 5000, મહુવા મહિલા મંડળ 3000 મળી તા.27-2 સુધીમાં કુલ શહીદો દાનની રકમ રૂા.50,37,141ના આંકને આંબી ગઇ છે.

બોડેલી તાલુકા, જિલ્લા છોટા ઉદેપુરના છેવાડાના 1000ની વસ્તી ધરાવતા આદિવાસી ગામ મુલધર ગામના પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ પોતાની ગલ્લાની બચત હતી તે તમામ નાણા શહિદ સૈનિક પરિવાર ટ્રસ્ટ ભાવનગરને શહિદોની સહાય અર્થે મોકલી આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો