DivyaBhaskar News Network
Jul 22, 2019, 05:45 AM ISTભાવનગર િજલ્લાના છેવાડાના ગામોમાં વસતા લોકોની આરોગ્ય સુખાકારી વધે તે માટે ધડકન પ્રોજેકટ લોન્ચ કરાયો. એચસીજી અને બજરંગદાસ બાપા હોસ્પિટલના સહયોગમાં રહીને ટેલી ઇસીજીની સેવાઓ વિકસાવવામાં આવી. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના કુલ 10 જગ્યાએ સામુહીક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે આ પ્રકારના મશીન મૂકવામાં આવેલ હતા. હાલના સંજોગોમા કુલ 6000 થી પણ વધારે લોકોના આ બાબતે નિદાન કરવામા આવેલ છે અને તે પૈકી 22279 લોકોને બિમારીના અનુસંધાને રીફર કરવામાં આવેલ હતા.
આ જ કાર્યક્રમના બીજા ભાગ તરીકે જિલ્લામાં હાલમા કાર્યરત આરોગ્ય કર્મચારીઓ અને તબીબી અધિકારીઓને જિલ્લામાં કુલ 20ને આયુ સીન્ક ડીવાઇસ એટલેકે બ્લુટૂથ ડીઝીટલ સ્ટેથોસ્કોપ આપવામા આવેલ છે. જે સ્ટેથોસ્કોપ દ્વારા લાભાર્થીનું નિદાન કરવાથી તેના હદયના ધબકારાઓનું અલગથી વિશ્લેશણ કરી ને ડીજીટલ સાઉન્ડ મા રીફલેકટ કરીને આગળ નિદાન માટે મોકલી શકાય છે. તથા આ નિદાન થયા બાદ જે તે જગ્યા પર દરદીના હાર્ટ સાઉન્ડનું નિદાન પણ કરી ને આગળની સારવારની વ્યવસ્થા કરી શકાય છે. સામાન્ય રીતે બ્લડની જરૂર લેબોરેટરીમાં પડે છે. પરંતુ ToucHB નામના સાધનની મારફત આંખની અંદરનો ફોટો પાડીને તેના પરથી માણસનું લોહતત્વનું પ્રમાણ જાણી શકાય છે તે પ્રકારના સાધન પણ ઉપલબ્ધ કરાવેલ છે.
સરકારી ક્ષેત્રે આરોગ્ય સુવિધામાં રાજ્ય અને દેશમાં અગ્રેસર
 સરકારી ક્ષેત્રે આરોગ્ય સુવિધામાં રાજ્ય અને દેશમાં ભાવનગર િજલ્લો સવલતોમાં અગ્રેસર છે. આયુસીન્ક ડીવાઈસ સરકારી ધોરણે સેવામાં દેશમાં ભાવનગર િજલ્લામાં પ્રથમ છે જ્યારે Touch B ગુજરાતભરમાં માત્ર ભાવનગરમાં છે.

સગર્ભાને ટ્રાન્સફરમાં મુશ્કેલી ના પડે તે માટે NASG કીટ ઉપયોગમાં લેવાશે
જીલ્લામાં અન્ય આધુનિક સાધનો પણ ઉમેરાવેલ છે અને ઉમેરવા જઇ રહ્યા છે. જેમ કે સગર્ભા માતાઓ કે જેમા ડીલીવરી પછી વધારે પડતા ખુન પડવાની બિમારીનાં કારણે મરણ જવાની શકયતાઓ વધારે જણાય છે. ખાસ કરીને આવા કિસ્સાઓમાં દુરના વિસ્તાર કે મહુવા જેસર ઘોઘા ના વિસ્તારોમાં માતા મરણ, ડીલીવરી પછી વધુ ખુન પડી જવાના કિસ્સામાં દર્દીને સત્વરે ટ્રાન્સફર કરી શકાય તે હેતુથી NASG, (NON PNEUMATIC ANTI SHOCK GARMENTS) kit ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવેલ છે. જેથી કરીને આ પ્રકારના દર્દીઓને આ બેલ્ટ પગે તેમ જ પડુના ભાગે બાંધવાથી માતાના અગત્યના અવયવો જેવા કે મગજ, હદય કીડની ફેફસા ને પ્રમાણમાં વધુ લોહી વહી મળી રહેવાથી ટ્રાન્સપોર્ટ કરવાનો સમય મળી રહેશે.