તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા-શહેરકક્ષાનો ઇનામ વિતરણ સમારોહ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લા મ.ન.પા.કક્ષા અને ભાવનગર ગ્રામ્યકક્ષાની ખેલમહાકુંભ-2019ની સ્પર્ધાના વિજેતા ખેલાડી ભાઇઓ-બહેનો માટે આગામી તા.14ના રોજ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકા તથા ભાવનગર ગ્રામ્ય જિલ્લાકક્ષાના વિજેતાઓને પ્રતિ વર્ષ મુજબ સરકાર દ્વારા પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ આ વર્ષે પણ આગામી તા.14-12ના રોજ સવારે 9 કલાકે શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ, ભાવનગર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં મ.ન.પા.કક્ષા અને ગ્રામ્યકક્ષાની કુલ 22 રમતના વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અસીતભાઇ વોરા (અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવક મંડળ) તેમજ મુખ્મ મહેમાન તરીકે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મ.ન.પા.ના મૈયર મનહરભાઇ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા તેમજ ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીની ઉપસ્થિતિ રહેશે.

અન્ય સમાચારો પણ છે...