તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારે યશવંતરાય નાટ્યગૃહમાં જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ 15થી 29 વર્ષના કલાકારો માટે જિલ્લા કક્ષા (ગ્રામ્ય)યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન તા.1 ઓક્ટોબરને મંગળવારે યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું છે.

તા.1 ઓક્ટોબરને મંગળવારે સવારે 9 કલાકે મુખ્ય સ્ટેજ પર લોન નૃત્ય, સમૂહ ગીત, હળવું કંઠ્ય સંગીત, લોકગીત, લગ્ન ગીત જેવી સ્પર્ધાઓ યોજાશે. જ્યારે મિનિ હોલ ખાતે સવારે 9 કલાકથી ભજન, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઇ, કથ્થક, ભરતનાટ્યમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લોકવાદ્ય, તબલા, ગિટાર, વાંસળી, સિતાર, હાર્મોનિયમ(હળવુ઼) જેવી સ્પર્ધાઓ યોજાશે. ફોયર વિભાગમાં સવારે 9 કલાકથી ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, નિબંધ, વક્તૃત્વ, શીઘ્ર વક્તૃત્વ, કાવ્ય લેખન, પાદપૂર્તી, ગઝલ શાયરી જેવી સ્પર્ધાઓ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...