તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડક્રોસ સોસાયટી ખાતે રાહત દરે ડાયાબીટીસની તપાસ કરી અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરના દિવાનપરા રોડ પર બાર્ટન લાયબ્રેરીની સામે આવેલા રેડક્રોસ ભવનમાં હાલ તદ્દન રાહત દરની લેબોરેટરી સેવાઓ સવારે 9 થી રાત્રીના 8-30 મળી રહી છે.લોહીની ઉણપના કિસ્સામાં માતૃ સ્વાસ્થ્ય યોજના અન્વયે લેબોરેટરીના બ્લડ સ્યુગર,સી.બી.સી.બ્લડ રીપોર્ટ દર સોમવારે અને ગુરૂવારે માત્ર રૂા 25માં કરી અપાશે. આ સંસ્થા દ્વારા રાહતદરે ફકત રૂા 5ના દરે ઓપીડી સેવા અને એક દિવસની દવા અપાય છે. આ સાથે રેડક્રોસ દ્વારા વિવિધ 33 પ્રકારની આરોગ્ય સેવાઓ અપાય છે. જેમાંથી મોટા ભાગની સેવાઓ વિનામૂલ્યે ચલાવાય છે. બાકીની સેવા માત્ર રાહત દરે અપાય છે. સંસ્થા દ્વારા નગરજનોને આ આરોગ્યસેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...