તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન નોંધણી હોવા છતા અરજીનો થતો દુરાગ્રહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો | 12 જાન્યુઆરી

વલભીપુર શહેર અને તાલુકાનાં ખાતેદાર ખેડૂતો ખેતીની જમીન અંગે વેચાણ વ્યવહાર કરવા જયારે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણી કરાવવા માટે જાય તે પૂર્વ જે ખેડુત પોતાની ખેતીની જમીન તબદીલ કરી રહ્યાં હોય તે ખેડૂતનું મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્ર ખાતે 7/12 તથા 8-અ અને ખેડૂતના માન્ય ઓળખકાર્ડ આધાર પુરાવા એકત્રીત કરી ખેડુતનું થમ્બ પ્રીન્ટ (અંગુઠાની છાપ) કોમ્પ્યુટર ઉપર લેવામાં આવે છે.

ત્યારબાદ આ પ્રમાણ પત્ર સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે રજુ કરવામાં આવે અને પછી પ્રમાણ પત્રનાં આધારે જે તે ખેડુતોની થમ્બ પ્રીન્ટ ફરી સબ રજીસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર પર મેચ કરવામાં આવે છે. તેથી જો આ બન્ને કચેરીના કોમ્પ્યુટર થમ્બ પ્રીન્ટ મેચ થાય તો જે તે ખેડૂત પોતેજ છે. તેની ખાત્રી થયા બાદ વેચાણ થતી જમીનનો દસ્તાવેજ ઓન લાઇન નોંધણી કરવામાં આવે છે. હવે વિચારો કે, આટલી ખરાઇ થયા બાદ લેનાર ખેડૂતે પોતે ખેડૂત હોવાના આધાર રૂપે 7/12 તથા 8-અ રજુ કરેલા હોય છે. તેના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી માંથી ગામ નમુના નંબર-6 (હક્ક પત્રક) માં ફેરફાર નોંધ ઓન લાઇન પડતી હોય છે. અને ઓન લાઇન નોંધ થયા પછી ઇ-ધરા નાયબ મામલતદારની રૂબરૂમાં તમામ પક્ષકારો ને 135-ડી ની નોટીસ બજવણી કરાય છે. નમુનામાં અરજી વેચાણ દસ્તાવેજની ખરી નકલ, એડ્રેસ મેમો રજુ રાખવાનો આગ્રહ રખાતો હોવાનાં કારણે ઘણીવાર ખરી નકલ ન થવાથી ધકા પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...