તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

167 શિક્ષકો મળ્યા છતાં 130 જગ્યાઓ ખાલી રહી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર જીલ્લાની ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળાઓમાં જે જે શિક્ષકો વધારાના હોય તેઓને માટે આજે વધ કેમ્પનું આયોજન ભાવનગરની સર્વ શિક્ષા અભિયાન કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 167 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી હતી આમ છતાં હજી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 130 જેટલી જગ્યા ખાલી રહી ગઈ છે.

ભાવનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 ની શાળાઓ માટે શિક્ષકોના વધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા તાલુકાઓમાં થી ધોરણ 1 થી 5 માટે આવેલા કુલ 167 શિક્ષકોએ શાળા સ્થળ પસંદગી કરી હતી.

આમ આ 167 શિક્ષકો આવતા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેમાં થોડો ઘટાડો થશે. જોકે આ અંગે માહિતી આપતા અંગે જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે હજી જિલ્લાની શાળાઓમાં ૧૩૦ જેટલી જગ્યાઓ ધોરણ 1 થી 5ની શાળાઓમાં ખાલી છે. જેમાં મોટા ભાગની જગ્યા જેસર અને મહુવા તાલુકાના પ્રાથમિક શાળાઓમાં ખાલી રહી ગઈ છે.

આમ ભાવનગર જિલ્લામાં ધો-1 થી 5 ની લોઅર પ્રાયમરી ગણાતી પ્રાથમિક શાળાઓમાં હજી 130 જેટલી શિક્ષકોની જગ્યાઓ આજે વધ કેમ્પ યોજાયો છતાં ખાલી રહી ગઇ છે. આ જગ્યાઓ તાકીદે ભરવામાં આવશે તો શિક્ષણની ગુણવંતા સુધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો