તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળીયાબીડમાં પ્રસુતાએ ગળા ફાસો ખાતા મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળીયાબીડમાં રહેતી પ્રસુતા મહિલાએ ગત રાત્રીના ગળાફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજ્યુ હતુ.

કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે જુની ભગવતી શેરીમાં રહેતા તેજલબેન પાર્થભાઇ નકુમએ (ઉ.વ.28)ગત રાત્રીના તેના ઘરે બેડરૂમમાં ગળાફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે મળતી વિગત મુજબ મૃતક મહિલા બે મહિનાની પ્રેગનેન્સી ધરાવતી હતી. અને તેના પતિ કમલેશ શાહને ત્યા ડાયાલીસીસ તરીકે કામ કરતા હતા. તપાસનીશ અધિકારી એસ.એમ સીસોદીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ગત રાત્રીના મૃતક તેના પતિ તથા તેના દિયર મકરસંક્રાતિ કરવા અહિ આવેલ તેની સાથે બહાર ફરવા ગયા હતા અને બાદમાં ધાર્મીક સ્થળેથી કઢી ખીચડી ખાયને ઘરે પરત ફર્યા હતા. બાદમાં તેના પતિ બહાર તેની 2 વર્ષની છોકરીને સુવડાવી રહ્યા હતા ત્યારે તેજલબેનએ તેના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળા ફાસો ખાઇ લેતા તેનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો