તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમઢીયાળાથી દિહોર રોડ ટનાટન બનતા લોકોમાં ખુશી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની પદયાત્રા િનમીત્તે સમઢિયાળાથી દિહોર સુધીનો રોડ નવો બનાવાતા લોકોમાં ખુશી છવાઈ છે. પરંતુ રોડના નબળા બાંધકામ અને હલકા મટીરીયલ્સથી રોડ કેટલો સમય ટકશે તેની સામે પ્રશ્નાર્થ છે.

તળાજા તાલુકાનાં સમઢિયાળાથી દિહોર સુધીનો અઢી કિલોમીટર જેટલો રોડ ઘણા વરસથી જર્જરીત બની ગયો હતો. અનેક રજૂઆતો કરવા છતાં આ રોડને નવો કરવાના અંજળ આવતા ન હતા. આ રોડ ઉપર આવતા જતા તમામ મુસાફરો પરેશાન હતા. છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી. પરંતુ ઉત્તરાયણ ઉપર કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાની પદયાત્રા તળાજાના મણાર ગામથી બેલા-સમઢિયાળા-દિહોર-માઈધાર થઈને સણોસરા તરફ નીકળવાની હોવાથી માત્ર સમઢિયાળા-દિહોર વચ્ચેનો રોડ જે અત્યંત ખરાબ હતો તેને રીકાર્પેટ કરી નાખવામાં આવ્યો છે. તદ્દન ભંગાર થયેલા રોડને નવો કરાતા લોકોમાં ખુશીની લહેર છવાઈ છે.જે રોડ વર્ષોથી ત્રાસદાયી હતો તે નવો બનતા વાહનચાલકોમાં પણ આનંદ વ્યાપી ગયો છે. પરંતુ આ રોડ કેટલા સમય સારો રહેશે.

દિહોર નજીક આવતી જુઠીયા નામની નદી ઉપર તાજેતરમાં જ નવું નાળુ એટલે કે પુલ બનાવેલ છે. આ નાળા ઉપર જ્યાં RCC સ્લેબ છે એ સિવાયના રોડ ઉપર પરાજુ વગેરેનું તાજુ પુરાણ કરેલ છે. આ પરાજુ ઉપર કોઈપણ જાતના RCC વગર સીધી જ ડામરની કપચી લગાવી દીધી છે.

ખરેખર રોડ તો નવો બન્યો પણ નવો રોડનો લાભ સમઢિયાળા-બેલા-દિહોર વગેરે ગામડાના લોકોને કેટલો સમય મળશે એ તો આવનારો સમય જ કહેશે.

અન્ય સમાચારો પણ છે...