તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા રાજુલા ટ્રેન 31મી સુધી રદ્દ કરવાનો નિર્ણય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે અને ભાવનગર ડિવિઝન દ્વારા કોરોના વાયરસના પગલે મહુવા-રાજુલા ટ્રેન 31મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનની વધુ ટ્રેનો પણ આગામી દિવસોમાં રદ્દ થવાની સંભાવના છે.

ઉપરાંત રેલ્વે બોર્ડ દ્વારા કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને, તેના ચેપને રોકવા માટે અનેક નિવારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં, રેલ્વે બોર્ડે 20 માર્ચ, 2020 થી મુસાફરોને બધી છૂટછાટો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ટ્રેનોમાં ભીડને કાબૂમાં લેવા માટે લેવામાં આવ્યો છે.

પરંતુ રેલ્વે ટિકિટની છૂટ વિદ્યાર્થી, દિવ્યાંગ અને દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. હાલની પરિસ્થિતિમાં, રેલ્વે ટિકિટ છૂટછાટ અટકાવવાનો હેતુ કોરોના વાયરસ (કોવિડ - 19) ના ચેપને રોકવા માટે ટ્રેનોમાં ભીડ ઘટાડવાનો છે. રાહત પરનો પ્રતિબંધ રેલવે બોર્ડ તરફથી આવતા આદેશો મળે ત્યાં સુધી અમલમાં રહેશે.

7500 શિક્ષકો કોરોના અંગે જાગૃતિ કેળવશે

ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંઘ દ્વારા તા,29 માર્ચ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના સાડા સાત હજાર શિક્ષકો સ્વયંભૂ રીતે ગામડાઓમાં ઘરે ઘરે ફરી લોકોની મુલાકાત લઈ \\\"કોરોના\\\" વાઈરસની મહામારીથી કઈ રીતે રક્ષણ મેળવવું આ રોગના લક્ષણો કેવા પ્રકારના હોય સહિતની બાબતોથી લોકોને અવગત કરાવશે. જે જિલ્લાના 15 લાખ જેટલી વસ્તીને આવરી લેશે.

રેલવે ટિકિટના મહદ્દ કન્સેશન રદ્દ કરાયા
અન્ય સમાચારો પણ છે...