તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર STના ડીસી પરમારની બદલી, નવા ડીસી પટેલ આવશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર એસટીમાં આંદોલનનો દૌર હાલમાં પૂર્ણ થયો છે ત્યારે સમગ્ર ગુજરાતના ડિવિઝનોમાં રિશફલિંગનો દોર શરૂ થયો છે અને તેમાં ભાવનગર ડીસીની પણ બદલી થઇ છે. તેઓ મધ્યસ્થ કચેરીમાં મુખ્ય યાંત્રિક ઇજનેર તરીકે જઈ રહ્યા છે અને મધ્યસ્થ કચેરીના મુખ્ય યાંત્રીક ઇજનેર પી.એમ. પટેલ ભાવનગર ડીસી તરીકે આવી રહ્યા છે. એસટી સુત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ ભાવનગર ડીસી તરીકે ફરજ બજાવતા એ. કે. પરમાર ગત જુલાઇ માસમાં ભાવનગર ડીસી તરીકે હાજર થયા હતા. તેમના આ સાત મહિનાના કાર્યકાળ દરમ્યાન તેમણે વિવિધ કામગીરી કરી હતી. દરમિયાન આજે મધ્યસ્થ કચેરી તરફથી અચાનક થયેલા એક હુકમને લઈને તેમની બદલી અમદાવાદની મધ્યસ્થ કચેરીમાં મુખ્ય યાંત્રિક ઈજનેર તરીકે જાહેર થઈ છે. આ બદલીઓ પરસ્પર થઈ છે એટલે કે મધ્યસ્થ કચેરીના મુખ્ય યાંત્રિક ઈજનેર પી. એમ. પટેલ ભાવનગર ડીસી તરીકે આવી રહ્યા છે. ડીસી એ. કે. પરમારે જણાવ્યું કે પોતાના કાર્યકાળ દરમિયાન તેમને ભાવનગરના એસટી સ્ટાફ અને લોકોનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. તેમણે મહત્તમ કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરી છે અને બાકીના રહેલા કાર્યો તેઓ અમદાવાદ રહીને પણ સહકાર આપીને પૂર્ણ કરાવશે. તેઓ તેમના સાત મહિનાના ફરજકાળ દરમ્યાન બિનવિવાદાસ્પદ રહ્યા હતા. તેઓ આવતીકાલે મંગળવારથી જ ચાર્જ છોડી દેશે અને અમદાવાદનો ચાર્જ સંભાળી લેશે અને ટૂંક સમયમાં નવા ડીસી પટેલનું પણ આગમન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો