તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય : કોરોના રોગચાળાના કારણે બાયોમેટ્રિકનો અમલ મોકૂફ રાખો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરની પોરબંદર, વાંસજાળીયા, જેતલસરની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કોરોના વાયરસ ફેલાયો છે તેની તકેદારીના ભાગરૂપે જે કર્મચારીઓ જાહેર જનતાના સંપર્કમાં આવે છે તેમને સુરક્ષિત રાખવા માટે બાયોમેટ્રિક હાજરી અને શ્વાસ વિશ્લેષક પરિક્ષણ મોકૂફ રાખવું જોઇએ.

જનરલ મેનેર આલોક કંસલને વેદનાપત્ર પાઠવતા સંઘના ડીવીઝનલ સેક્રેટરી ભરત ડાભી, ગીરીશ મકવાણાએ જણાવ્યુ હતુકે, કોમર્સ વિભાગના કર્મચારીઓની રેલવે બોર્ડ દ્વારા નિર્ધારીત નિયમોને અવગણીને મનફાવે તમ બદલીઓ કરવામાં આવી રહી છે, તેને તત્કાળ રોકવામાં આવે અને તેમાં સુધારો કરવામાં આવે.

કર્મચારીની ખાલી જગ્યાઓ હોાથી કર્મચારીઓને ક્ષમતાથી વધુ કામનું ભારણ છે, જ્યાં સુધી નવી ભરતી ન થાય ત્યાં સુધી નિવૃત્ત રેલ કર્મીઓને ડેઇલી વેજીસ પ્રમાણે નિયુક્તિ આપી અને રેલવે કર્મચારીઓના કામના ભારણને ઓછું કરવું આવશ્યક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓ ઉપરાંત શાળા કોલેજોમાં પણ હવે બાયોમેટ્રીક્સ હાજરી ફરજીયાત કરવામાં આવી છે તે રોકવી જોઈએ.

સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં હાજરી પુરતા સમયે કોરોનાનો ચેપ લાગવાની શકયતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો