તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકાથી રામણકા આવેલા યુવાનનુ ઝેરી દવા પી લેતા મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરાળા તાલુકાના રામણકા ગામે વાડીમા ભાગીયા તરીકે કામ કરતા કલાસીંગ નાયકનો પુત્ર વિનોદ એ ઝેરી દવા પી લીધી હતી તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે વાડીના માલીક ધર્મેન્દ્રસીંહ અજીતસીંહ ગોહિલે ગત શનીવારે એક વાતચીતમા જણાવ્યુ હતુ કે તેમની વાડીમા છેલ્લા આઠેક મહીનાથી ભાગીયા તરીકે મુળ લીમખેડા ના પીપળાદ ગામના વતની આદિવાસી કલાસીંગભાઇ તેમના પત્ની અને મોટો દિકરો ખેત મજરુી કરતા હતા.દરમ્યાન ગત શુક્રવારે તેમનો નાનો દિકરો વિનોદ ( ઉ.વ.20 ) ગત શનીવારે તા.22/2 ના રોજ તેમના ભાઇ ભુપતભાઇ બુધાભાઇ નાયક સાથે રામણકા આવેલ અને બીજા દિવસે શનીવારે તેમની ઓરડીમા બન્ને યુવકોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ભાવનગર સર ટસી.હોસ્પીટલમા ખસેડાયા હતા.

આજે આ બનાવમા વિનોદભાઇનુ મૃત્યું થતા આ અંગે ધર્મેન્દ્રસીંહે જણાવ્યુ હતુ કે બન્નેએ દવા શામાટે પીધી તે જાણી શકાયુ નથી તેમના મા-બાપજે કશી ખબર નથી.અને બન્ને યુવાનોએ દવા પીધા પછી બેભાન હાલતમા હોય દવા પીવાનુ કારણ જાણી શકાયુ ન હતુ. કદાચીત જુવાનીયા હોય છોકરીનુ કારણ હોય શકે તેમ પણ જણાવ્યુ હતુ. હોવાનુ તેઓએ અેક વાતચીતમા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો