CCTV કેમેરા માટેની કટ રસ્તા ધોવાતા દુવિધારૂપ બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તો ચારે તરફના રસ્તાઓ ખાડેખાડા થઈ ગયા છે અને બીજી તરફ શહેરના સર્કલો પર સીસીટીવી કેમેરા ફિટ કરવા જે ખોદકામ કરવામાં આવ્યું હતું તે પણ સપાટી પર આ‌વતા લોકોની દુવિધામાં તંત્રના પાપે વધારો થયો છે.

ચારે તરફ ખાડેખાડા અને વચ્ચે બધે સર્કલો પર સીસીટીવીના કારણે કટ જેવી માઠી દશા થઈ છે.

અગાઉ ગુણવત્તા વગરના રોડના કામથી રસ્તાઓ ધોવાઈ ગયેલા છે. જ્યારે સીસીટીવી કેમેરા માટે સર્કલો ઉપર કટ મારવામાં આવી હતી, ત્યારે પણ કેટલાય દિવસો સુધી પુરાણ કરવામાં આવ્યું ન હતું.

પરિણામે એ સમયે પણ વાહનચાલકો હેરાન થયા હતા. પછી અનેક રજૂઆતો બાદ આખરે બધી કટનું સમારકામ કરવામાં આવ્યું હતું. હવે ફરી રસ્તાઓ ધોવાતા માઠી દશા બેઠી છે અને જે સ્થિતિ ત્યારે ભોગવવી પડતી હતી, તેવી જ દશા બેઠી છે. મજબૂત રીતે તેનું પુરાણકામ કરવામાં આવે તે જરૂરી છે. જેથી લાંબા ગાળા સુધી તે કટ વાહન ચાલકોને પરેશાન કરે નહિ જોકે જેના માટે રસ્તાઓ તોડાયા હતા તે સીસીટીવી કેમેરા પણ કેટલાક સ્થળોએ બંધ જેવી હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...