તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુથ હોસ્ટેલ દ્વારા રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભાવનગર યુનિટમાં 1000 થી વધુ આજીવન સભ્યો બન્યા છે. સંસ્થાની આ પ્રશંસનીય સિદ્ધિ બદલ સંસ્થા દ્વારા તા.21/4/2019 રવિવારના રોજ સાંજે 4 થી 7 કલાક દરમિયાન એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ “ભાવ આતિથ્ય” નું આયોજન યશવંતરાય નાટ્યગૃહ, ડાયમંડ ચોક ખાતે કરેલ છે. આ કાર્યક્રમમાં સંસ્થાની પ્રવૃત્તિ અંગેનો એક નિહાળવા લાયક સ્લાઈડ શો, ગુજરાતની વિશિષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવશે. તેમજ ગુજરાતના પ્રખ્યાત વક્તા ડો. શરદ ઠાકર ખાસ પધારીને યુવાઓના વ્યક્તિત્વ વિકાસ અંગેનું પ્રવચન આપશે.

આગામી મે-જૂન મહિનામાં જે સભ્યો હિમાલયન ટ્રેકિંગ પ્રોગરામમાં ભાગ લેનાર છે તેમની શુભેચ્છા સમારંભ પણ આ સ્થળે યોજાશે. આ ખુશીના પ્રસંગને સાક્ષીભાવ નિહાળવા માટે સંસ્થાની વડી કચેરી ન્યુ દિલ્હીના નેશનલ ચેરમેન વેંકટનારાયણજી તેમજ ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન રશ્મિકાંત છીપા તેમજ ગુજરાત રાજ્ય શાખાની કાઉન્સેલીંગના સભ્ય પણ ખાસ હાજરી આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...