તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના : ટ્રેનોના મેટલ પર વાયરસ 10 કલાક સુધી જીવીત રહી શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ ધપી રહેલા કોરોના વાયરસથી સાવચેતી રાખવાના પગલારૂપે ભાવનગર ડિવિઝનની ટ્રેનોના તમામ કોચને જંતુમુક્ત કરવાની પ્રક્રિયાઓ યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે, ઉપરાંત મુસાફરોએ કોરાના વાયરસથી બચવા માટે શું કરવું, શું નહીં? તેના અંગે તમામ કોચમાં પોસ્ટરોથી માહિતગાર કરવાની કોશીશ કરાઈ રહી છે.

લાંબા અંતરની ટ્રેનોમાં નિયમીત કલાકોમાં મુસાફરી દરમિયાન પણ હેન્ડલ, નળ, બેસિન સહિતના સાધનોને સતત જંતુમુક્ત કરવા માટે કાર્યરત સ્ટાફને કડક સુચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. જ્યારે ટ્રેન ડેપોમાં આવે છે ત્યારે પેસ્ટ કંટ્રોલ અને જંતુમુક્ત કરવાની તમામ પ્રક્રિયાઓ જરૂરી કેમિકલ્સ, દવાઓની મદદથી કરવામાં આવી રહ્યા છે. પેન્ટ્રીકારમાં વરાળથી અને દવાઓથી ક્લીનિંગ કરવામાં આવી રહ્યા છે. કોચના તમામ હેન્ડલ, બાથરૂમના પાર્ટ્સ, સ્વીચબોર્ડ સહિતના ભાગોને પણ જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે.

રેલવેની ટ્રેનોમાં દરરોજ હજારો મુસાફરો આવન-જાવન કરે છે, અને કોરોના વાયરસ મેટલ પર 10 કલાક જીવતો રહેતો હોવાથી જ્યાં મુસાફરોનો સ્પર્શ થતો હોય તેવા કોચના તમામ ભાગોને તત્કાળ ધોરણે જંતુમુક્ત કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

રેલવે દ્વારા ટ્રેનોમાં ધાબળા નહીં અપાય

કોરોના વાયરસ સામે સરકારી તંત્ર તકેદારીના એક પછી એક પગલા ભરી રહ્યું છે જેમાં રેલવે તંત્રએ જાહેર કર્યું છે કે લાંબા અંતરની ટ્રેનોમાં એસી કોચમાં રેલવે દ્વારા મુસાફરોને ધાબળા અપાય તે વ્યવસ્થિત રીતે રોજ સાફ ન થાય તો એક યાત્રિને બીજાનો ચેપ લાગી શકે છે આથી આ સુવિધા રેલવે દ્વારા નહીં અપાય આથી લાંબા અંતરની મુસાફરી કરતા એસીના મુસાફરોને ઘરેથી સાથે ધાબળા લાવવા અનુરોધ કરાયો છે.

ભાવનગર ડિવીઝનની ટ્રેનોને જંતુમુક્ત કરવા રેલવેનું તંત્ર સક્રિય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો