તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાત્રેટિયા ગામના યુવાનને કોંગો ફીવર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જીલ્લામાં કોંગો ફિવરે ફરી એક વાર માથું ઊંચક્યું છે. ગત સપ્તાહે કોંગો ફિવરની શંકાને લઇને ભાવનગર સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલ એક યુવકને અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે એટલે કે તેને કોંગો ફિવર જ છે તેવું સ્પષ્ટ થયું છે તો બીજી તરફ એ જ યુવકના ગામના બીજા એક યુવકને આજે કોંગો ફીવરના શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામના એક 42 વરસના યુવકને ગત સપ્તાહે કોંગો ફિવરની શંકાને લઇને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાલુ સારવારે તેને અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેની સારવાર ચાલુ હતી ત્યારે જ, ભાવનગર

...અનુસંધાન પાના નં.08

જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અશ્વિન તાવિયાડે કહ્યું તેમ, તેના વિશેનો રિપોર્ટ આજે પોઝીટીવ આવતાં તેને કોંગો ફીવર જ છે તેમ સિદ્ધ થયું છે. બીજી તરફ હોસ્પિટલ સુત્રોએ કહ્યું કે દાત્રેટીયા ગામના વધુ એક 45 વરસના યુવકને આજે ભાવનગર સર ટી હોસ્પિટલમાં કોંગો ફિવરની શંકાને લઇને દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...