તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં સ્નાતક કક્ષાએ પ્રવેશમાં અન્યાયની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 27 સપ્ટેમ્બર

ભાવનગર યુનિ. દ્વારા સ્નાતક કક્ષાએ પ્રવેશની પ્રક્રિયા તો તા.7 ઓગસ્ટના રોજ પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ કેટલીક કોલેજો દ્વારા ઓફલાઇન પ્રવેશ આપવામાં આવ્યા હત પરંતુ તેમાં યુનિ.એ બેવડી નીતિ અખત્યાર કરી છે અને તેનાથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ મળી છે. આથી જે કોઇ વિદ્યાર્થીઅોને પ્રવેશ કોલેજ દ્વારા આપવામાં આવ્યો હોય પણ યુનિ. દ્વારા અમાન્ય કરાયો છે આ માહિતી કોલેજો પાસેથી માંગવા તેમજ એડમિશન તથા અેનરોલમેન્ટ કરવા જોઇએ તેવી રજૂઆત એબીવિપીના કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલે કરી છે. જો જરૂર જણાય તો જવાબદાર કોલેજોને દંડ કરવા પણ કુલસચિવ સમક્ષ માંગ કરી હતી.

આ રજૂઆતમાં વધુમાં જણાવાયું હતુ કે જે વિદ્યાર્થીને 9 ઓગસ્ટે એડમિશન મળ્યું છે તેઓને એડમિશનની રંજૂરી અપાઇ નથી જ્યારે જે વિદ્યાર્થીઓને 14 ઓગસ્ટે એડમિશન મળ્યું છે તે વિદ્યાર્થીઓને સ્પેશિયલ કેસમાં એડમિશન અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...