તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેજોને વર્ષમાં 1 રાષ્ટ્રીય સેમિનાર યોજવો ફરજિયાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MKB યુનિ.માં હવેથી દરેક કોલેજો અને ભવનોને વર્ષમાં એક વખત નેશનલ કોન્ફરન્સ કે સેમિનાર અથવા તો વર્કશોપ યોજવા તેમજ ગેસ્ટ લેક્ચર પણ ફરજિયાતપણે યોજવા યુનિ.ના ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા તાકીદ કરવામાં આવતા કેટલીક કોલેજોમાં કચવાટ ફેલાયો છે.

યુનિ.ના ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા તમામ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષ તેમજ યુનિ. સંચાલિત કોલેજોના આચાર્યોને કુલપતિના આદેશથી જણાવાયું છે કે દરેક ભવનો તથા કોલેજોમાં દર વર્ષે ઓછામાં ઓછી એક નેશનલ કોન્ફરન્સ / સેમિનાર / વર્કશોપ ફરજિયાતપણે કરવાનો રહેશે. સાથોસાથ ગેસ્ટ લેક્ચર પણ યોજવાના રહેશે. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન ભવન અથવા તો કોલેજોમાં થનારી મેજર એક્ટિવિટીની માસિક વિગત આગામી ત્રણ દિવસમાં મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. જો કે આ નિયમથી કેટલીક કોલેજોએ પ્રતિસાદ જણાવ્યો છે કે આ માટે પહેલા કોલેજો સાથે કો-ઓર્ડિનેશન કરી આયોજન કર્યા બાદ નિયમ કરવાની જરૂર હતી. તો સામા પક્ષે યુનિ.ના ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલના ડાયરેક્ટર એ. કુમારે જણાવ્યું હતુ કે યુજીસીની ગાઇડ લાઇન અને નેકમાં દેખાવ સુધારવા આવી રીતે આયોજન ઘડવું જરૂરી છે. જો રાષ્ટ્રીય કક્ષાએ સેમિનાર કે વર્કશોપ જેવી પ્રવૃતિ થાય અને સંશોધનને લગતી કાર્યવાહી આગળ વધે તો યુનિ. નેકના ગ્રેડેશનમાં આગળ વધી શકે. આ આશયથી પરિપત્ર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...