Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠંડી : માર્ચની મધ્યે ધગધગતી ગરમીને બદલે ઠંડીનો ચમકારો
અપર અેર સાઈક્લોનિક સિસ્ટમના પગલે પવનની દિશા સતત બદલાતી હોવાથી પ્રમાણમાં ટાઢાબોળ પવનને લીધે ભાવનગર શહેરમાં માર્ચના મધ્ય ભાગમાં પણ હજુ રાત્રિના સમયે 16.9 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને ફેબ્રુઆરીના આરંભ જેવી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. સાથે 16 કિલોમીટરની ઝડપે પવનને લીધે ગરમી હજી શરૂ થઇ નથી.
ભાવનગર શહેરમાં આજે બપોરે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. માર્ચના મધ્યે શહેરમાં તાપમાન 33 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવુ નોંધાતું હોય છે. તેનાથી ત્રણેક ડિગ્રી તાપમાન ઓછું
રહ્યું હતુ. આવી જ રીતે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ ઘટીને 16.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 26 ટકા જેટલું નોંધાયું હતુ જ્યારે પવનની ઝડપ પણ ગઇ કાલથી બે કિલોમીટર વધીને આજે 16 કિલોમીટર નોંધાવા પામી હતી. તેમજ ખાસ કરીને મોડી સાંજ બાદ પણ વહેલી સવાર સુધી નગરજનોને શિયાળુ માહોલ અનુભવાઇ રહ્યો છે.