તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળિયાબીડમાં સિલ્વર બેલ્સ સ્કૂલ અને આસપાસના દબાણોનો સફાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં કળીયાબીડ વિસ્તારમાં સિલ્વર બેલ્સ સ્કૂલ અને તેની આસપાસના વિસ્તારમાં મહાપાલિકાની જગ્યા પર દબાણ કરવામાં આવ્યા હતા તે દબાણને આજે મહાપાલિકાની ટીમે રવિવારની રજા અને પદાધિકારી�\\\"ની ગેરહાજરી હતી તેમજ મ્યુ. કોર્પો.એ અદાલતમાં કેવીયટ દાખલ કર્યા બાદ કોર્પો.એ મોકાનો લાભ ઉઠાવી પોલીસ બંદાબસ્ત સાથે સવારથી ત્રાટકી દબાણોનો સફાયો કરી નાંખ્યો હતો. આ કાર્યવાહી હાથ ધરવામાં અાવતા શાળાના સંચાલકો અને આસપાસના દબાણકર્તા�ઓમાં દોડધામ મચી ગઇ હતી.

ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના કાળીયાબીડમાં 30.6.15 ના નોટિફકિશેન મુજબનો સિલ્વર બેલ્સ સ્કુલના બિલ્ડિંગના મુખ્ય દરવાજા સહિત આસપાસના વિસ્તારમાં રહિશો દ્વારા બેરોકટોકપણે કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ઓપરેશન મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં મુખ્ય તો વર્ષોથી 36 મીટરના પહોળા લે-આઉટના રોડ પર જે દબાણો હતા તેમાં મુખ્યત્વે સિલ્સર બેલ્સની શાળાની આગળનો મુખ્ય દરવાજો, પાછળનો ભાોગ, અન્ય ચણતર તથા ફેેન્સિંગ અને અન્ય દબાણો દુર કરાયા હતા. તો અન્ય દબાણો જેમાં પ્લોટ ઉપરાંત ફેન્સીંગ કરી, �ઓટલા કરી અન્ય રીતે આ જમીન પર દબાણો કરાયા હતા તે દુર કરાયા હતા.

શાળાની પાછળના ભાગે પ્લોટીંગમાં પણ દબાણો હટાવાયા હતા. આ દબાણો હટાવાતા હવે રોડ ખુલ્લો થયો છે. ફેન્સીંગ, છાપરા, બાંધકામ જેવા દબાણો જેસીબી સહિતના કાફલાએ દુર કર્યા હતા.

ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના ચૂંટાયેલા પદાધિકારી�\\\" હાલ દિલ્હીમાં વ્યસ્ત હોય રવિવારે રજાના માહોલમાં પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનના અધિકારી�ઓનો કાફલો 3 જેસીબી, 4 ટ્રેકટર સાથે કાળીયાબીડમાં ત્રાટકી સ્કુલના દરવાજા અને આસપાસના વિસ્તારના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી મોડી સાંજ સુધી શરૂ રહી હતી. કાળીયાબીડમાં સિલ્વર બેલ્સનું બિલ્ડિંગ 25 વર્ષથી છે. સ્કુલના સંચાલકો દ્વારા ઘટતી કાર્યવાહી ન થઇ હતી. જે અંગે મોકો જોઇ કોર્પોરેશનના કાફલાએ આ દબાણ દૂર કર્યુ હતુ.

તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...