ચિત્રા મોક્ષધામનું નવ નિર્માણ કાર્ય શરૂ ... પવિત્ર ધામ જોવાલાયક સ્થળ પણ બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ શહેરના નિલમબાગ થી ચિત્રા તેમજ ઇસ્કોન આ વિસ્તારના લોકો માટે મોક્ષધામની સુવિધા ચિત્રા એસટી વર્કશોપ પાછળ ચિત્રા મોક્ષ મંદિર હાલમાં કાર્યરત જ છે. હાલમાં ચિત્રા મોક્ષધામનું નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. અંદાજિત સાડા ચારથી પાંચ કરોડના ખર્ચે નવ નિર્માણ થઇ રહેલ મોક્ષ ધામ ભાવનગર ખાતે એક પવિત્ર અને જોવાલાયક તેમજ ફરવાલાયક સ્થળ બની રહેશે. આ નવનિર્માણ કાર્યમાં ભાવનગરના લોકોએ ઉદાર હાથે ડોનેશન આપવા ની શરૂઆત પણ કરી દીધી છે. શરૂઆતમાં જ જુદાજુદા દાતાઓ દ્વારા રૂપિયા 3,32,882 નું દાન મળ્યું છે. આ પવિત્ર અને ઉમદા સ્થળના પ્રોજેક્ટકાર્ય માં વધુને વધુ દાતાઓ દાન કરી સહભાગી બને તે માટે ચિત્રા મોક્ષ ધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...