તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામલતદારના સરપ્રાઇઝ ચેકિંગમાં ચાઇનીઝ દોરી હાથ જ ન લાગી..!

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાઈનીઝ દોરીથી પશુ-પક્ષીઓ અને માણસોને થતા નુકસાનને રોકવા સરકારે ચાઇનીઝ દોરી વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદયો છે. જે સંદર્ભે શહેરી વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ સીટી મામલતદાર અને તેમની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જોકે, તેઓને કંઈ હાથ લાગ્યું ન હતું. ચાઇનીઝ દોરીનું છાના ખૂણે વેચાણ થતું હોવાનું જગજાહેર છે.

ચાઈનીઝ દોરીથી અનેકના ગળા કપાયા તો અનેક પક્ષીઓ મોતને લટક્યા છે. તેમ છતાં લોકો ચાઈનીઝ દોરી નો ઉપયોગ ત્યજતા નથી. જેથી સરકારે જ કડકાઈ દાખવી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ચાઇનીઝ દોરીનો વેપાર કરતા હોય છે. જેથી કરુણા અભિયાન અંતર્ગત સીટી મામલતદાર વિજયાબેન પરમાર અને તેમની ટીમ દ્વારા એ.વી. સ્કુલના ગ્રાઉન્ડ અને ચિત્રા વિસ્તારમાં કે જ્યાં વ્યાપક પ્રમાણમાં પતંગ દોરી ઓનું વેચાણ થાય છે ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. પરંતુ તપાસેલા સ્થળોએ ચાઇનીઝ દોરીનું વેચાણ હાથ લાગ્યું ન હતું. તેમજ નવાપરા સ્થિત પશુ દવાખાનાની પણ મુલાકાત લઇ પક્ષીઓ અને આપવામાં આવતી વિવિધ પ્રકારની જીવદયાલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

શહેરી વિસ્તારમાં ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે ત્રણ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેનો હેલ્પલાઇન નંબર 1962 છે. તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 રીસીવિંગ સેન્ટર ખાતે ઘાયલ પક્ષીઓને લાવવામાં આવશે. પક્ષીઓની સારવાર માટે 8 ડૉક્ટરોની અને 35 સ્વયંસેવકો રાઉન્ડ ધી ક્લોક સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો