એક જ વર્ષમાં હૃદયરોગથી પિડાતા બાળકો 4 ગણા વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.29 સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં હ્રદય રોગીઓની સંખ્યામાં બાળકોનો નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાં બાળ રોગ દર્દીઓની સંખ્યામાં ચાર ગણો એટલે કે 15,732નો જબ્બર વધારો થયો છે.

2011-12માં ગુજરાતની શાળાઓમાં હ્રદય રોગીઓની સંખ્યા 4,244 હતી તે 2017-18માં વધીને 5,250ના આંકને આંબી ગયેલી તે આ વર્ષે જાહેર કરાયેલા ગુજરાત સોસિયો ઇકોનોમિક રિવ્યૂ 2018-19 મુજબ 20,982ના આંકે આંબી ગઇ છે.

ઇ.સ2007-08માં ગુજરાત રાજ્યમાં હૃદયરોગના બાળદર્દી‍ 3,584 હતા હતા તે ઇ.સ.2017-18માં વધીને 5250ના આંકને આંબી ગયા હતા. તો 2018-19ના આ વર્ષે જાહેર થયેલા આંકડા મુજબ કુલ 20,982 બાળ દર્દીઓ હાર્ટના દર્દથી પિડાય છે.

એટલે કે અત્યારે રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થી‍ઓની શાળાઓમાં જઇને જ તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવે છે. પરંતુ રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્યના આંકડાઓ ચિંતાજનક છે. વર્ષ 2011-12માં હૃદયને લગતા રોગથી પીડાતા બાળકોની સંખ્યા 4244 હતી. વર્ષ 2012-13માં તે 400 જેટલી વધીને 4640 થઇ હતી. તે હવે 20,982ના આંકે આંબી છે.

બાળ હૃદયરોગીઓની વધતી જતી સંખ્યા
વર્ષ બાળ હૃદય રોગી

2007-08 3,584

2008-09 4,247

2017-18 5,250

2018-19 20,982

(સોર્સ : ગુજરાત સોસિયો ઇકોનોમિક રિવ્યૂ-2018-19)

રોગથી બચવા બાળકોની આદતોમાં ફેરફાર કરવો જરૂરી
આવતી કાલ તા.29 સપ્ટેમ્બરે હ્રદય દિવસની ઉજવણી થવાની છે ત્યારે બાળકોને હાર્ટના રોગથી દુર રાખવા નાનપણથી જ જંક ફૂડના અતિરેકથી બચાવીયે, નિયમિત કસરત કરવા પર ભાર મુકવો, નિયમિત ચાલવાનું અને દોડવાનું શિખવવું વિ. આદતો પાડીશુ઼ તો જ આ યુગમાં તેના આ વકરતા જતા રોગથી બચી શકશે.

જીવન શૈલીમાં અામૂલ પરિવર્તન કરવું આવશ્યક
હૃદયરોગ અને ડાયાબીટીસના દર્દીઓની વધતી જતી સંખ્યાને નાથવા માટે હાલ જે આપણી જીવનશૈલી છે તેમાં પાયાથી પરિવર્તન કરવું જરૂરી છે. ખાસ તો બાળકમાં હાર્ટને લગતા રોગ ન પ્રસરે તે માટે દરેક સોસાયટીઓના કોમન પ્લોટમાં એક વોકિંગ ટ્રેક અચૂક બનાવવો જેથી બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌ કોઇ નિયમીત રીતે વોકિંગ કરી શકે. દરરોજ ચાલવાથી મેદસ્વીતા, હૃદય રોગ, ડાયાબીટીસને કન્ટોલમાં રાખી શકાશે.

અન્ય સમાચારો પણ છે...