તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતેશ્વર ઝળક્યો : સિક્કિમ સામે સૌરાષ્ટ્રનો વિજય થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવતી સૈયદ મુશ્તાકઅલી ટી-20 ક્રિકેટ ચેમ્પિયનશિપમાં સિક્કિમ સામે સૌરાષ્ટ્રનો આસાન વિજય થયો હતો.

ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીત્યા બાદ સિક્કિમને પ્રથમ બેટિંગમાં ઉતાર્યુ હતુ. પ્રમાણમાં નબળી ગણાતી સિક્કિમની ટીમ સૌરાષ્ટ્રની સામે 18 ઓવર્સમાં 75 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં મિલિંદકુમારના 28 રન, નિલેશ લેમિચેનીના 13 રન મુખ્ય હતા, સૌરાષ્ટ્ર વતી સુકાની જયદેવ ઉનડકટ અને ચેતન સાકરીયાએ 2-2 વિકેટો પ્રાપ્ત કરી હતી.

સૌૈરાષ્ટ્રની ટીમે 8.3 ઓવર્સમાં 3 વિકેટે 79 રન બનાવીને આસાન વિજય મેળવી લીધો હતો. જેમાં ચેતેશ્વર પૂજારાના 22 દડામાં અણનમ 39 રન, શેલ્ડન જેક્સનના 13 દડામાં 24 રન મુખ્ય હતા. બિપુલ શર્માએ 3 વિકેટો ચટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો