તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોમાં ચારિત્ર ઘડતર થાય, હકારાત્મક અને રચનાત્મક રીતે આગળ વધે : અંબાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ યુવાનો હકારાત્મક અને રચનાત્મક રીતે આગળ વધી શકે તેમજ મોઢ મહોદય સંસ્થા ભાવનગર દ્વારા મેઘાણી ઓડીટોરીયલ હોલ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલનમાં અગ્રણય ઉદ્યોગપતિ રિલાયન્સ પરિવારના વિમલભાઇ અંબાણીએ જણાવ્યુ હતુ.

વધુમાં જણાવ્યુ હતુ કે જ્ઞાતિના યુવાનો વૈચારીક, ભાવાત્મક તેમજ સાંસ્કૃતિક રૂપથણી સ્વાવલંબી અને સક્ષમ બને, આર્થિક રીતે પગભર થાય તેમનામા વ્યકિતત્વનો વિકાસ થાય અને કૌશલ્ય પ્રાપ્ત કરે હૃદયમાં જ્ઞાતિ અને વડીલો પ્રત્યે આદરભાઇ જાગે અને યુવાનોમાં રહેલી પ્રચંડ ઉર્જા હકારાત્મક અને રચનાત્મક રીતે સમાજના વિકાસમાં કામ આવે તેવા આશયથી સંમેલન યોજવામાં અાવેલ.

સંમેલનના અધ્યક્ષસ્થાને અગ્રણી ઉદ્યોગપતી રીલાયન્સ પરિવારના વિમલભાઇ અંબાણી , ઉદઘાટક તરીકે બીપીનભાઇ પારેખ તેમજ અતિથી વિશેષ તરીકે મુકુલભાઇ ગાંધી, સુરેશભાઇ મહેતા, રશ્મીનભાઇ મહેતા, યોગેશભાઇ મહેતા, કનુભાઇ મણીયાર, બળવંતભાઇ મહેતા, સુનિલભાઇ વડોદરીયા, મનોજભાઇ વોરા, જીનેશભાઇ કોઠારી તેમજ કેતનભાઇ ગાંધી ઉપસ્થિત રહેલ તેમજ સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં યુવા ભાઇ બહેનો, જ્ઞાતિના અગ્રણી ઉપસ્થિત રહેલ.

અન્ય સમાચારો પણ છે...