આજથી 954 પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 4 એપ્રિલ

એક તરફ આ વર્ષે વાર્ષિક પરીક્ષાના ટાઇમ ટેબલને લઇને પ્રાથમિક શિક્ષકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે ત્યાનરે બીજી તરફ આવતી કાલ તા.5 એપ્રિલને શુક્રવારથી પરીક્ષાના સમયપત્રકને લઇને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.5 એપ્રિલથી જિલ્લા પંચાયત હસ્તકની 954 જેટલી પ્રાથમિક શાળાઓનો સમય સવારના 7.30થી બપોરના 12 વાગ્યા સુધીનો રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વાર્ષિક પરીક્ષાના નવા સમયપત્રક મુજબ તા.8 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે જેમાં ધો.5 માટે સવારે સમય 8થી 10 અને ધો.6થી ધો.8 માટે સમય સવારે 8થી 11 રહેશે.

ધો.5 માટે પેર 40 માર્કના હશે જ્યારે ધો.6થી 8માં પેપર 80 ગુણના હશે. તા.8 એપ્રિલે ધો.5થી 8 માટે ગણિત, તા.9મીએ ગુજરાતી, 10 એપ્રિલે પર્યાવરણ, 11મીએ અંગ્રેજી, 12મીએ હિન્દી,13 એપ્રિલે ધો.6થી 8 માટે સંસ્કૃત, 15મીએ ધો.6થી 8 માટે સામાજિક વિજ્ઞાન હશે. ધો.3થી 8 માટે 16 એપ્રિલે શારીરિક શિક્ષણ, 18મીએ ચિત્રકલા, 20મીએ સંગીત/કાર્યાનુભવનું પેપર લેવાશે. બાદમાં ચૂંટણીને લઇને રજા બાદ તા.29 એપ્રિલે પરીક્ષા પુન: ચાલુ થશે જેમાં 29મીએ ધો.3-4 માટે ગણિત, 30મીએ ધો.3-4 માટે ગુજરાતી, 1 મેએ ધો.3-4 માટે પર્યાવરણ, 2 મેએ ધો.4 માટે અંગ્રેજી અને તા.3 મેએ ધો.4 માટે હિન્દીનું પ્રશ્નપત્ર રહેશે.

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી.કણસાગરાએ જણાવ્યું છે કે વાર્ષિક પરીક્ષા દરમિયાન ધો.1 અને ધો.2ના વિદ્યાર્થીઓને શાળામાં હાજર રાખી તેઓનું શૈક્ષણિક અને ઉપચારાત્મક કાર્ય કરવાનું રહેશે. તમામ આચાર્યો અને શિક્ષકોને સમય પહેલા 10 મિનિટ અને સમય પૂરો થયા બાદ 10 મિનિટ પછી સ્થળ છોડવાનું રહેશે.

ધો. 3-4ની પરીક્ષા તા.8ના બદલે 29 એપ્રિલથી
લોકસભાની ચૂંટણી કારણે પ્રાથમિક શિક્ષણ વિભાગે ધોરણ-3 અને ધો.4માં સરકારી સ્કૂલોના 10 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા 8 એપ્રિલથી શરૂ થવા ની હતી પરંતુ હવે 29 એપ્રિલથી 3 મે સુધી લેવાનો પરિપત્ર કરાયો છે. પરંતુ આનાથી વિદ્યાર્થીઓના વેકેશન પર કોઈ અસર નહીં પડે.

પરીક્ષાના સમયમાં ફેરફાર
પ્રાથમિક શાળાઓમાં લેવાનારી વાર્ષિક પરીક્ષાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમયપત્રક મુજબ ધો.5થી 8ની પરીક્ષાના સમયગાળમાં કરાયેલા ફેરફાર મુજબ ધોરણ 5ની પરીક્ષાનો સમય સવારે 7.15થી 9.15ના બદલે 8થી 10 દરમ્યા ન કરાયો છે. જયારે ધો.6થી ધો.8ની પરીક્ષાનો સમય સવારે 9.30થી 12.30ના બદલે સવારે 8થી 11નો કરાયો છે. પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતના કારણે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...