સેન્ટ્રલ સોલ્ટ દ્વારા શેવાળની ખેતી અને સ્કીલ ડેવલપમેન્ટ અંગે પ્રોગ્રામ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર શેવાળ ની ખેતી માટે માટે પાયાની સંસ્થા છે. શેવાળ ની ખેતી , જૈવ વિજ્ઞાનિક ટેકનોલોજી અને સંશોધન માં સેન્ટ્રલ સોલ્ટ ઘણું આગળ ઘણું આગળ છે. અત્યાર સુધી માં કુલ ૧૦૦ લોકો શેવાળ ની ખેતી અંગે નાં સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માં ભાગ લઈ ચૂક્યા છે. તા. ૧૦ થી તા. ૧૨ ફેબ્રુઆરી સુધી પાંચમી વાર યોજાયેલ સ્કીલ ડેવલપમેન્ટ ઈન સીવીડ

કલ્ટીવેશન અને પ્રોસેસિંગ ટેકનોલોજી (એસ. ઈ.એ - સી.પી.ટી ) પ્રોગ્રામ માં ૧૯ વ્યકિતઓએ ભાગ લીધો હતો.

પ્રોગ્રામ નો મુખ્ય ઉદ્દેશ સાયન્સ અને બિઝનેસ જેવા અલગ અલગ ક્ષેત્રો થી આવતા લોકો માં સાહસિકતા વધારી તેઓ પગભર થઈ શકે તેવો છે.

આ પ્રોગ્રામ માં થિયરી અને પ્રેક્ટિકલ બંને પ્રકારના નાં વર્ગો યોજાયા હતા. જેમાં શેવાળ ની ખેતી , તેમાંથી બનતી પ્રોડક્ટ અને આવક નાં સ્ત્રોત અંગે ચર્ચા કરવામાં આવી હતી. સી.એસ.એમ.સી.આર.આઇ નાં સહયોગ થી તમિલનાડુ અને ગુજરાત નાં ઘણા વિસ્તારો માં શેવાળ ની ખેતી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...