CCTVના જંકશન બોક્સના પ્લેટફોર્મના નબળા બાંધકામ !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના પ્રવેશ દ્વારાથી શરૂ કરી દરેક નાના નાના રસ્તાને જોડતા માર્ગ પર પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અને તેના તકનીકી સંચાલન માટેના ઇન્સ્ટ્રુમેન્ટ કેમેરાની નજીક પીલર બનાવીને મુકવામાં આવ્યા છે. પરંતુ આવા પીલરનું

કામ અત્યંત્ય નબળુ હોવાથી અત્યારથી પ્લેટફોર્મના પીલર ધ્વસ્ત થવા લાગ્યા છે. અગાઉ ભાવનગર શહેરમાં નેત્ર પ્રોજેક્ટ જૂજ કેમેરા સાથે અમલી બનાવવામાં આવ્યો હતો અને ક્રાઇમ ડીટેકશનમાં તે ખૂબજ મદદરૂપ સાબિત થઇ રહ્યા હતા. આવી સફળતાને ધ્યાનમાં રાખી નાના નાના રસ્તાઓને પણ સીસીટીવીની નજરમાં કેદ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો હતો અને તેના અંતર્ગત શહેરમાં 314 સીસીટીવી કેમેરા ઉંચાઇ પર પોલમાં ફીટ કરવામાં આવ્યા છે. તથા તેની ટેકનિકલ બાબતો અને સાધનોને લગતા જંકશન બોક્સ ફૂટપાથ પર જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં નાના પીલરનું પ્લેટફોર્મ બનાવી તેના ઉપર મુકવામાં આવ્યા હતા.

પરંતુ પીલરનું કામ સાવ નબળુ હોવાથી અત્યારથી જ બોક્સ ખતરામાં મુકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...