તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંને ઉમેદવારોને ધોળે દિવસે તારા બતાવી રહ્યા છે મતદારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન 23મી એપ્રિલના રોજ થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થવાને આડે માત્ર 5 દિવસની વાર છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના મતદારો પોતાનું વલણ કળવા દેતા નથી, પરિણામે ઉમેદવારોની અકળામણ વધે છે, અને પ્રચાર પ્રસાર કાર્યના અંતિમ તબક્કામાં શું કરવું તેના અંગે ખુદ ઉમેદવારોને પણ મતદાતાઓ પરસેવો છોડાવી રહ્યા છે.

ભાવનગરની બેઠક પર 17.56 લાખ મતદાતા નોંધાયેલા છે, અને બે જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ઉપરાંત 610 ગામડા સામેલ છે. ગ્રામ્યના આ પાકટ મતદાતાઓ બંને ઉમેદવારોને સાંભળવા પહોંચી જાય છે, પરંતુ તેઓનો ઝોક ક્યાં છે, ક્યો ઉમેદવાર પસંદ છે, કઇ રાજકીય પાર્ટી સારી કે ખરાબ છે તે સ્પષ્ટ અભિપ્રાય આપવાનું મતદાતાઓ ટાળે છે.

શહેરી મતદારો તરફ ધ્યાન આપવા માટે બંને રાજકીય પક્ષોના ઉમેદવારો પાસે ઓછો સમય બચ્યો છે, અત્યારસુધી ગામડાઓમાં પ્રચાર કર્યો છે, છતા મતદારોનો ઝોક કઇ તરફ છે તે કળવું મુશ્કેલ કામ છે. શહેરમાં છેલ્લા તબક્કામાં ફિલ્મ સ્ટાર, સેલિબ્રિટીને ઉતારવાની તૈયારીઓ ચાલે છે. બંને રાજકીય પક્ષના કાર્યકરો અત્યારસુધીની વ્યવસ્થા અંગે કાળો કકળાટ ઠાલવી રહ્યા છે કે ઉમેદવારો રાજી કરી રહ્યા નથી.કાર્યકરોનો કકળાટ, ઉમેદવારો રાજી કરતા નથી તો શેરી કાર્યકરોને પણ હજી સુધી કોઈ ખાણી પીણી કે ખર્ચા પાણીની વ્યવસ્થા ન થતા મુંજવણમાં છે.

અન્ય સમાચારો પણ છે...