તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંચિતોના વાણોતર સંસ્થાના 80 બાળકોને બ્લેન્કેટનું વિતરણ થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સત્ય સાંઇ સેવા સમિતીની ભાવનગર શાખા દ્વારા વર્ષોથી અનેકવિધ સેવાકીય, સામાજિક પ્રવૃતીઓ અને કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સમિતિ દ્વારા આ વર્ષે શિયાળાની કડકડતી ઠંડીના માહોલમાં ગરીબ તથા મધ્યમવર્ગના બાળકોને રાહત મળી રહે તે માટે શહેરની વંચિતોના વાણોતર નામક સંસ્થાના 80 જેટલા બાળકોને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સત્ય સાઇ બાબાની પ્રેરણાથી આયોજીત આ સેવાકીય કાર્યક્રમમાં સંસ્થા દ્વારા તમામ લાભાર્થી બાળકો તેમજ તેમના પરિવારના સભ્યોની તંદુરસ્તી સારી રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...