આવકની દ્રષ્ટિએ તખ્તેશ્વર વોર્ડ અને કરદાતાઓમાં કાળિયાબીડ અગ્રેસર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2019 -20ના વર્ષનો ઘરવેરો સ્વીકારવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ત્યારે ચાર દિવસમાં 11913 કરદાતાઓએ વેરો ભરી રિબેટનો લાભ લીધો હતો જે ગત વર્ષના એપ્રિલના શરૂઆતના ચાર દિવસ કરતા 1000 થી પણ વધુ કરદાતાઓએ લાભ લીધો છે.

ગત વર્ષ એપ્રિલ 2018 માં શરૂઆતના ચાર દિવસમા 10896 કરદાતાઓએ વેરો ભર્યો હતો જ્યારે હાલમાં ચાર દિવસમાં 11913 કરદાતાઓએ વેરો ભર્યો છે. ચાર દિવસમાં કુલ 5,43,00,000 વેરાની આવક થઈ છે. જેમાં કરદાતાઓએ 38 લાખનો નો લાભ લીધો છે તેમજ રૂપિયા 3,05,00,000નો વેરો તો ઓનલાઇન ભરપાઈ કરવામાં આવ્યો છે. સૌથી વધુ કાળીયાબીડ વિસ્તારમાંથી 1500 કરદાતાઓએ વેરો ભર્યો છે જ્યારે આવકની દ્રષ્ટિએ તખ્તેશ્વર નવાપરા વોર્ડ માંથી 1015 કરદાતાઓએ 75 લાખનો વેરો ભરતા સૌથી વધુ આવક તખ્તેશ્વર વોર્ડની છે