તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિસ્માર રોડો માગી રહ્યા છે રિપેરીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના રૂવાપરી ચોકથી નવાબંદરના પુલ સુધીના બિસ્માર રોડનું રીપેરીંગ કરવું જરૂરી બન્યું છે તથા આનંદ નગર નવાબંદર ચોક ઉપરના વેરહાઉસ પૂર્વ રેશનના ગોડાઉનથી પીજીવીસીએલનાં સ્ટોર બિલ્ડીંગ સુધી રસ્તાનું રીપેરીંગ કામ જરૂરિયાત બન્યું છે. રોડની ધૂળ આજુબાજુના રહેવાસીઓના મકાનના તમામ દરવાજા તેમજ બારી-બારણા બંધ કરવા છતાં ઘરમાં ધૂળ ઘૂસી જાય છે. લોકોને શ્વાસની બીમારીઓના ભોગ બને છે અને અવારનવાર માંદા પડે છે. ઘઉં, ચોખા, મગફળી ભરેલા વાહનો ઘરની નજીક જ ઊભા રહે છે તેથી ત્યાંના લોકો માનસિક ત્રાસ અનુભવે છે. જેથી ટ્રાફિકની પણ સમસ્યા થાય છે. પરંતુ કોઈને બિસ્માર રોડો ધ્યાને આવતા નથી, તેથી તે વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ કમિશનરને રજૂઆત કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...