તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા દેરાસરની 283મી સાલગીરી ઉજવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર : સૌરાષ્ટ્રની જૈનપુરી ભાવનગર શહેરની સ્થાપ્ના સાથે જ જૈનોના પ્રથમ તીર્થપતિ આદિશ્વર દાદાના મોટા દેરાસરની સ્થાપના સંવત 1779ના વૈશાખ શુદના થયેલ તે આદિનાથ જિનાલય-મોટા દેરાસરની 283મી સાલગીરી પ્રસંગે ગુરૂ ભગવંત આચાર્ય ભગવંત સિંહસેનસૂરિ મ.સા. આદિ ભાવનગરમાં બિરાજમાન દરેક સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તા.14 જાન્યુઆરી મંગળવારે સવારે 6 કલાકે શાંતિધારા અખંડ અભિષેક અને 8.01 કલાકે દાદાના શિખરે મંત્રોચ્ચાર સાથે ધ્વજારહોણ થશે.

મોટુ દેરાસરની સાલગિરિ નિમિતે તા.14ને મંગળવારે સવારે 6 થી 7-30 કલાક સુધી અદભુત, અલૌકિક જીવનમાં સર્વ પ્રકારે શાંતિ, સમાધિ, સમૃધ્ધિ પ્રાપ્તકારક આદધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુકત કરનાર શાંતિધારા અખંડ અભિષેક વિધાન કરાવવામાં આવનાર છે.

આ જિનમંદિર તૈયાર થતા તેમા બિરાજમાન કરવા જિનપ્રતિમાની તપાસ કરતા અતિપ્રાચીન ઘોઘા બંદરે વગેરે સ્થાને તપાસ કરતા રહેલ તથા થોડા સમય પુર્વે ઘોઘા બંદરની બાજુના પિરમબેટમાંથી પ્રાચિન અને પ્રભાવક જિનપ્રતિમાઓ મળી આવેલ તે લાવતા તેમાના આદિશ્વર ભગવાનની 19 ઇંચની કાઉસગ્ગીયા પ્રભાવક પ્રતિમા જોતા કુંવરજીભાઇએ પ્રતિમા આપવા વિનંતી ઘોઘા સંધને કરતા તેમણે તેનો સ્વીકાર કરી પ્રતિમા આપવાનો નિર્ણય કરતા ભાવનગરથી કુંવરજીભાઇ લાઘાભાઇ તથા નેમચંદભાઇ વોરા વગેરે પરિવાર સાથે જઇને લઇ આવેલ જેની પ્રતિષ્ઠા સંવત 1793ના પોષ વદ 5ના દશાશ્રીમાળી રાધનપુરા શા કુંવરજીભાઇ લાઘાભાઇએ સ્વતંત્ર એકલા હાથે આ જિનમંદીરની પ્રતિષ્ઠા કરાવી ત્યારે પ્રતિષ્ઠા મુનિરાજ જિનવિજયજી મ.સા.દ્વારા થયાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો