ભાવનગરમાં ધીમી ધારે દારૂની રેલમછેલ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર|ભાવનગર|10 મે

ભાવનગર શહેર-જીલ્લામા ધીમી ગતીએ ફરી વિદેશી દારુની રેલમછેલ શરૂ થઇ ગઇ છે.જેમા આજે પોલીસે બેજુદા જુદા બનાવોમા બે મોટરકારમા લઇ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.ને બાતમી મળેલ કે એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની હુન્ડાઇ કાર આઇ-20 મા વિદેશી દારૂનો જથ્થો લઇને માણેકવાડી,કીર્તીકલીનીક પાસે દારુની હેરફેર થનાર છે. જે અંગે પોલીસે તપાસ કરતા ઉપરોકત સ્થળેથી કાર મળી આવતા અને તેની તલાશી લેતા કારમા઼થી વિદેશી દારુની જુદી જુદી બ્રાન્ડની દારુની બોટલ નંગ-114 તથા બીયર નંગ 24 મળી કુલ રુ.4,74,600 ના મુદામાલ સાથે આરોપી રાહુલ પ્રદીપભાઇ પરમાર (રહે. મહિલા કોલેજ પાછળ)ને ઝડપી લઇ સી.ડીવીઝન પોલીસ મથકમા ગુન્હો રજીસ્ટર કરાવાયો હતો.

જયારે બીજા બનાવમા ભરતનગર પોલીસે બાતમી આધારે ટાટા ઇન્ડીકા કાર નંબર જી.જે.03.જે.આર-3343 ને અટકાવવાની કોશીશ કરતા ચાલક કાર મુકી નાસી છુટયો હોત.પોલીસે કારમાંથી વિદેશી દારુની બોટલ નંગ 35 મળી આવતા કુલ રૂ.1,68,500 નો મુદાાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...