ભાવનગરની નવી શરૂ થયેલી ટ્રેનો પણ બાન્દ્રા સુધી સીમીત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 4 એપ્રિલ

ભાવનગરને અગાઉ મળેલી અને તાજેતરમાં મળેલી તમામ ટ્રેન સુવિધામાં જ્યાં મુંબઇ સાથે સંબંધ છે ત્યાં ત્યાં માત્ર ને માત્ર બાન્દ્રા સુધીની જ સુવિધા આપવામાં આવી રહી છે. લોકો ઇચ્છી રહ્યા છે કે બાન્દ્રા સુધીની સુવિધા હવે સેન્ટ્રલ મુંબઇ સુધી લંબાવવામાં આવે.

નવી શરૂ થયેલી ટ્રેનો પણ બાન્દ્રા સુધી સીમસત રહેતાં લોકો હવે કંટાળ્યા છે. ભાવનગરવાસીઓને ટ્રેન માર્ગે મુંબઇ પહોંચ્યા પછી મોટા ભાગે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે પહોંચવામાં જેટલો ખર્ચ પણ થતો હોવાની રાવ ઉઠવા પામી છે. લોકમાંગ છે કે મુંબઇના ભાવનગરી યાત્રીઓને મુંબઇ સેન્ટ્રલ સુધી ડાયરેક્ટ ટ્રેનમાં જ પહોંચવા મળે તેવી સુવિધા ઉભી કરવા માંગ ઊઠી છે.

ભાવનગરની એક પણ ટ્રેન અત્યારે મુંબઇ સેન્ટ્રલ સુધી જતી નથી. ભાવનગર-મુંબઇ વચ્ચે ચાલતી મુખ્ય ટ્રેન બાન્દ્રા સુધી જ જતી હોવાને કારણે લોકોને બાન્દ્રા પહોંચ્યા પછી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટેક્સીભાડાં ખરચવાં

...અનુસંધાન પાના નં.09

પડી રહ્યા છે. અને મુંબઇનાં આ ભાડાં એટલાં બધાં મોઘાં હોય છે કે ઘણી વાર તો લોકોને ભાવનગરથી મુંબઇ પહોંચવામાં જેટલો ખર્ચ થાય છે તેનો પોણો ખર્ચ તો બાન્દ્રાથી જે તે ગંતવ્યસ્થાન સુધી પહોંચવામાં ખર્ચવો પડે છે. આસનસોલ, કોચ્ચુવેલી, કાકીનાડા વગેરેની પણ આ જ સ્થિતિ છે ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે ભાવનગર-મુંબઇની ટ્રેન સેવાને મુંબઇ સુધી લંબાવવામાં આવે અને આ અન્યાય દૂર કરવામાં આવે. આ માંગ વર્ષો જૂની હોવા છતાં ભાવનગરીઓને મુંબઇ સુધીની પૂર્ણ સેવા આપવા મામલે વર્ષોથી ઓરમાયું વલણ રેલવે દ્વારા દાખવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...