તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર ઃ દ્વારકાધીશજી હવેલીમાં શુક્રવારે શ્રી પ્રબોધિની એકાદશી દેવ દિવાળી,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ દ્વારકાધીશજી હવેલીમાં શુક્રવારે શ્રી પ્રબોધિની એકાદશી દેવ દિવાળી, શ્રી મંડપના દર્શન, શ્રી તુલસી વિવાહના દર્શન, રાત્રે જાગરણના દર્શન, શનિવાર તા.9/11ને શ્રી ગિરધરલાલજીનો ઉત્સવ, શ્રીરાજભોગમાં શ્રી ઠાકોરજીને તિલક અને જન્મપત્રિકા વંચાવામાં આવી હતી, વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો

શ્રી સમસ્ત કપોળ મહાજન દ્વારા વલ્લભ બાગમાં તુલસી વિવાહ વલ્લભ બાગમાં યોજાયેલ. રણછોડરાયજીનાં મંદિરેથી ફુલેકું નિકળેલ. કપોળ મહાજને ભારે ઉત્સાહ પુર્વક તુલસી વિવાહનો લાભ લીધો હતો.

ઉમણીયાવદર ગામે જય બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. શુક્રવારે સાંજે 4 કલાકે જાન પ્રસ્થાન, ગોરાણીઓની પૂજન વિધી, રાત્રે 10:30 કલાકે ભગવાનનો હસ્ત મેળાપ, ગોરાણીઓને સાંજે 7 કલાકે ફરાળ, મહેમાનોને રાત્રે પ્રસાદ અને નાટક ભજવવામાં આવેલ.

સમસ્ત નિકોલ ગ્રામજનો દ્વારા તુલસી વિવાહ પ્રસંગે બપોરે 12 કલાકે ફુલેકુ, રાત્રે 8.30 કલાકે સામૈયું, 10 કલાકે શુભલગ્ન અને 11 કલાકે હસ્ત મેળાપ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે જળપૂત્ર જાલંધરનો ખેલ રાખેલ હતો.ગામની સર્વે ગોરણી બહેનોએ તુલસી પૂજા અને પૂર્ણ વ્રત કરી તુલસી વિવાહનો લાભ ઉત્સાહ પૂર્વક લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...