તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ ડિસ્ટ્રીક્ટને પરાસ્ત કરી ભાવનગર સેમીમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ક્વાટર ફાઇનલમાં કચ્છ ડિસ્ટ્રીક્ટને પરાસ્ત કરી ભાવનગર ડિસ્ટ્રિક્ટ (સિટી)ની ટીમે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ટુર્ના.માં ભાવનગરના સુકાનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નિર્ધારીત 50 ઓવર્સમાં 7 વિકેટે 259 રનનો જુમલો ટીમ ખડક્યો હતો. જેમાં ઓલરાઉન્ડર અંશ ગોસાઇના 76 રન, સુકાની દીપ બારીયાના 75 રન, ઋષિ ચૌહાણના 52 રન મુખ્ય હતા. કચ્છ ડિસ્ટ્રીક્ટની ટીમ 44.4 ઓવર્સમાં 181 રને અોલઆઉટ થઇ ગઇ હતી. ભવ્ય લિંબાણીના 35 રન, પિયુષસિંઘના 34 રન,ધ્રુવ ગોસ્વામીના 28 રન મુખ્ય હતા. ભાવનગર વતી અંશ ગોસાઇએ 34 રન ખર્ચ કરી મહત્વપૂર્ણ 4 વિકટો તથા બ્રિજ શાહે 3 વિકેટો ખેડવી હતી.

ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમે લીગ તબક્કામાં પણ પોરબંદર અને ભાવનગર રૂરલની ટીમોને આસાન પરાજય આપ્યા હતા. અંશ ગોસાઇ અને દીપ બારિયા સતત નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...