તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતને હરાવી ભાવનગર રેન્જની ટીમ નોકઆઉટમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
26 ફેબ્રુઆરી રાજ્યના પોલીસ કર્મચારીઓ વચ્ચેની ક્રિકેટ ટુર્નામેન્ટ હાલ અલગ અલગ સ્થળોએ રમાઇ રહી છે. 25મા ડી.જી.કપ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં આજે રમાઇ ગયેલી અંતિમ લીગ મેચમાં સુરત રેન્જને 11 રનના સાંકડા અંતરથી પરાસ્ત કરી ભાવનગર રેન્જની ટીમે નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી છે. રાજકોટના પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ભાવનગર રેન્જની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 39.5 ઓવર્સમાં 182 રને ઓલઆઉટ થઇ ગયા હતા. જેમાં પ્રશાંત ચાવડાના 57 રન, ભૈરવદાન ગઢવીના 32 રન, એસ.કે.ખમલના 24 રન મુખ્ય હતા. અશોક પટેલે 3, સંદીપ વર્ષાવેએ 2 વિકેટો પ્રાપ્ત કરી હતી. સુરત રેન્જની ટીમ 39 ઓવર્સમાં 171 રને ઓલઆઉટ થઇ ગઇ હતી.

જેમાં અશોક પટેલના 64 રન, નિલેશ ભીલના 38 રન મુખ્ય હતા. ભાવનગરના અનુભવી ઓલરાઉન્ડરો ભરત ચાવડા અને ગુલમહમદ કોઠારીયાએ 3-3 વિકેટો તથા અલ્ફાજ વોરા અને જોરસંગ મકવાણાએ 2-2 વિકેટ ચટકાવી હતી. ભાવનગરની ટીમે ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો