ભાવનગર રેલવેના તારાપુર બ્રોડગેજ પ્રોજેક્ટની ઘોર ઉપેક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 12 મે

બોટાદ-અમદાવાદ અને ઢસા- જેતલસર માર્ગનું કામતો શરૂ થયું પરંતુ જે માર્ગ ભાવનગરના મહારાજાનું એક સપનું હતું અને અને એના માટે તેમણે પૈસાની ફાળવણી પણ કરી હતી તેવા ભાવનગર-તારાપુર રેલમાર્ગની લોકમાંગણી આઝાદીકાળથી થતી આવી છતાં આજ સુધી આવેલી એક પણ સરકારે તેની અમલવારી કરવા તરફ કોઇ જ ધ્યાન આપ્યું નથી. એટલું જ નહીં, ખુદ રેલવેએ પણ આ મામલે કશું ધ્યાન આપ્યું નથી. માર્ચ-2015ના બજેટમાં અરણેજ-તારાપુરના 50 કિલોમીટરના માર્ગના સર્વેનો આદેશ અપાઇ ગયો હોવા છતાં આ પ્રોજેક્ટ કોરાણે મૂકાઇ ગયા જેવી સ્થિતિ છે. આ અંગે વારંવાર સર્વે થઇ ગયા પછી પણ ભાવેણાની રાજકીય પરિપક્વતાના અભાવે આ પ્રોજેક્ટ વરસોથી લબડી રહ્યો છે. નહીતર આ એક એવો પ્રોજેક્ટ છે કે જે ભાવનગરથી બરોડાનું રેલમાર્ગીય અંતર માત્ર 3 કલાકનું કરી શકે તેમ છે અને દક્ષિણ ગુજરાત સાથેની ભાવનગરની કનેક્ટીવીટી મજબૂત અને લાઇવ બનાવી શકે તેમ છે.

રેલવે અભ્યાસુઓ અનુસાર ભાવનગરથી તારાપુરનો રેલમાર્ગ એ ભાવનગરના મહારાજાનું સપનું હતું અને તે માટે તેમણે નાણાની ફાળવણી પણ કરી હતી. પરંતુ આઝાદી પછી આવેલી એક પણ સરકારે આ પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું નથી અને તેના પર અમલવારી થવા દીધી નથી.

અન્ય સમાચારો પણ છે...