તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર બંદરે 1900 કરોડના CNG ટર્મિનલ માટે ફેબ્રુઆરીમાં રૂપરેખા ઘડાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત મેરિટાઇમ બોર્ડના ભાવનગર બંદર પાસે સમગ્ર ગુજરાતના બંદરો પૈકીની સૌથી વધુ જમીન આવેલી છે. અને અહીં મોટી સંખ્યાની જમીનો હજુ પણ ફાજલ છે તેને ધ્યાનમાં રાખીને જીએમબી દ્વારા ભાવનગર બંદર પર સીએનજી ટર્મિનલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી બનાવવામાં આવનાર છે. કરોડો રૂપિયાના આ બહુહેતુલક્ષી પ્રોજેક્ટનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ પણ ટૂંક સમયમાં તૈયાર થવાનો છે. ભાવનગર બંદર ખાતે લંડનની ફોર સાઇટ ગ્રુપ દ્વારા 1900 કરોડ રૂપિયાના ખર્ચે સીએનજી ટર્મિનલ બનાવવા માટેની તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જીએમબી દ્વારા દરખાસ્તને સ્પર્ધાત્મક બનાવવા અંગે નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર બંદર ખાતે સીએનજી ટર્મીનલ બનવાથી સમગ્ર રાજ્યને તેનો લાભ મળવાનો છે . ભાવનગર ખાતેના આ બ્રાઉન ફિલ્ડ પોર્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી બનાવવામાં આવનાર છે. આગામી ફેબ્રુઆરી માસમાં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં આવનાર હોવાનું જીએમબી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સીએનજી ટર્મિનલ બનાવવા માટે ભાવનગર બંદરે બેસિનથી એન્કરેજ પોઇન્ટ સુધીની બે નવી ચેનલો બનાવવાનું પણ આયોજન છે . ઉપરાંત નોર્થ ક્વે બાજુ આકાર લેનારા નવા પ્રોજેક્ટ માટે બે નવા લોકગેટ પણ બનાવવામાં આવશે જેથી કરીને ઓટના સમયે પણ એન્કરેજ પોઇન્ટથી આવતા જહાજો જ્યાં બેસિનમાં કામ કરવાના છે ત્યાં સરળતાથી કામ થઈ શકશે. ભાવનગર બંદરે આકાર લેનારા નવા બંદરીય પ્રોજેક્ટથી સૌથી મહત્વપૂર્ણ લાભ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન ને થવાનો છે કારણ કે આ ક્ષેત્રમાં નવા આકાર લેનારા ઔદ્યોગિક સાહસોના ડેવલોપમેન્ટ અને મશીનરીની આવનજાવન તથા તૈયાર માલની આયાત નિકાસ માટે ભાવનગર બંદર સૌથી નજીકનું અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે.

ફેબ્રુઆરી મહિના બાદ ભાવનગર બંદરના નવા પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે.

રો-રો , લિકવીડ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવાશે
ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક ૯ મિલીઅન મેટ્રીક ટન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો