તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરના વેપારીઓના માલ સાથે નડિયાદમાંથી ચોર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા પોલીસે ભાવનગર માંથી લોકોની સાથે વિશ્વાસધાત કરી માલચોરનાર શખ્સને ઝડપી લીધો છે.

ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, શહેરના ખેમચંદ ઠાકોરદાસ લાલવાણી (સિંધી) (રહે.જયઅંબે નગર, પાણીની ટાંકીની પાસે, કપડવંજ રોડ, નડિયાદ) ની ગુરૂકૃપા ઝેરોક્ષ નામની દુકાનમાં અલગ અલગ કંપનીના પંખા વાયર મળી કુલ રૂ.12,59,700 નો માલ પડ્યો છે.

જેની તપાસ દરમિયાન ખેમચંદ લાલવાણી આર્થિક રીતે એટલા સધ્ધર ન હોવાથી આ માલ મામલે શંકાના આધારે સ્થાનિક ગુના શોધક શાખાએ તપાસ કરી, ખેમચંદ લાલવાણીની પૂછપરછ કરતાં તેણે આ માલ એક મહિના પહેલા વિનોદ પટેલ (હાલ રહે. ઉત્તરસંડા, મૂળ રહે.ભાવનગર) નો મૂકી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી તપાસ કરતાં આ માલ ભાવનગરના ભરતનગર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું માલુમ પડતાં આ મામલે ભાવનગર પોલીસને જાણ કરી, આરોપીને સોંપવામાં આવ્યો હતો.

માલની ચોરી કરી તેને વેચી નાખતાં હતા
આ ટોળકી ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી. માલની ચોરી કરી તેને જેમ નડિયાદ ઉતાર્યો તે રીતે કોઇપણ જગ્યાએ પોતાના એજન્ટો હોય તેમની પાસે ઉતારી દેવામાં આવતો હતો. જ્યારબાદ ચોરી થયેલ માલને વેચવા માટેની કામગીરી શરૂ કરવામાં આવતી હતી. અને ડીલ થાય ત્યારે માલ ભરાવી દઇ પૈસા લઇ લેવામાં આવતાં હતા. છેલ્લા લાંબા સમયથી આ મોડસ ઓપરેન્ડીથી ટોળકી કામ કરતી હતી.

ઘટના શું હતી ?
ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં મનોજ પટેલ, મયંક ખંડેવાલ તથા હર્ષદ પટેલ વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આ શખ્સોએ ભાવનગરમાં લક્ષ્મી હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિક નામે દુકાન ખોલી, અલગ અલગ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઇ, તેના પૈસા ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ શખ્સોએ 15 વેપારીઓ પાસેથી રૂ.55,70,280 નો માલ લઇ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. વેપારીઓ પાસેથી લીધેલો માલ અન્યત્ર મોકલી આપી, વેચી દઇ રોકડી કરી લેવામાં આવતી હતી.

આરોપી ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યો
\\\'મુદ્દામાલ મામલે પૂછપરછ અને તપાસના અંતે આ માલ ચોરીનો હોવાનું માલુમ પડતાં, અને ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો હોવાથી, ત્યાંની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી ટીમ આવી, કાર્યવાહી પૂર્ણ કરતાં, આરોપીને ભરતનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.\\\' - આર.કે.રાજપુત, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાંચ

અન્ય સમાચારો પણ છે...