ભાવનગર જૈન શ્વે.મુ.તપા.સંઘના આંગણે દાદાસાહેબ ખાતે શાસન સ્થાપના દિનની થશે આરાધનાસભર ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના દાદાસાહેબ ભક્તિ ડોમ ખાતે તારીખ 15/5 ને બુધવારે સવારે 6- 45 કલાકે શાસન સ્થાપના દીનની આરાધના સભર ઉજવણી કરાશે જૈન શાસન સ્થાપના દિન પ્રથમ સમવસરણ રચના દિન ગૌતમ સ્વામી આદિ અગિયાર ગણધરોનો દીક્ષા દિવસ પ્રભુ વીર દ્વારા 4400 મુમુક્ષોઅોનો દીક્ષા દિવસ એટલે વૈશાખ સુદ અગિયારસ શાસન ઉપકારી ચરમ તીર્થપતિ મહાવીર પ્રભુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ગણધર ભગવંતો આદિને દીક્ષા આપવા સાથે ચતુર્વિધ સંઘ ની સ્થાપના કરી હતી.

મંગળકારી એટલે વૈશાખ સુદ અગિયારસ આ દિન ની ઉજવણી વિવિધ આયોજન સહ આરાધના સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ની નિશ્રામાં દાદાસાહેબ ખાતે સમૂહ સામાયિક રાખવામાં આવેલ છે ગણધરવાદ ના ક્રમિક તબક્કામાં છઠ્ઠા ગણધર ભગવંતની પ્રભુ સાથેની પોતાના મનના સંશય અંગેની ચર્ચા સુંદર રજૂઆત કરવામાં આવશે પ્રભુની દેશના સમયની અનુભૂતિ રૂપ નાણની સ્થાપના કરી તેની સન્મુખ પરમ પૂજ્ય રાજચંદ્ર વિજયજી આજી ભગવંતોની નિશ્રામાં પ્રવચન કાર્યક્રમ થશે ત્યારબાદ શાસન ધ્વજ ફરકાવીને તે સમક્ષ શાસન વંદના જેવા આદિ કાર્યક્રમો થશે બાદમાં પધારેલ સર્વેની સાધર્મિક ભક્તિ સ્વરૂપ નવકારશી રાખવામાં આવેલ છે

અન્ય સમાચારો પણ છે...