આર્મીના મેળામાં ભાવનગર જિલ્લાના સૌથી વધુ 267 પસંદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જામનગર ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 12 જિલ્લાના ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 917 ઉમેદવારો ભાગ લીધો હતો જેમાં સૌથી વધુ ગોહિલવાડનાં ભાવનગર જિલ્લાના 267 ઉમેદવારોએ આર્મીમાં પસંદગી પામી ગોહિલવાડની ધરાનું નામ રોશન કર્યું હતું.

જામનગર ખાતે વર્ષ 2019માં આર્મી ભરતી રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર સહિત સમગ્ર રાજ્યના યુવાનોએ ભાગ લીધો હતો. તાજેતરમાં જાહેર થયેલ પરિણામ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 12 જિલ્લાના 917 ઉમેદવારો આર્મીમાં પસંદગી પામ્યા હતા અને તમામ જિલ્લાની સરખામણીમાં ભાવનગર જિલ્લાના સૌથી વધુ 267 યુવાનો સોલ્જર જનરલ ડ્યુટીમાં પસંદગી પામ્યા હતા. આ અાર્મી ભરતી રેલીના અનુસંધાને ભાવનગર મદદનીશ રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદજી તાલીમનું વિનામુલ્યે આયોજન કરાયું હતું.

આ સ્વામી વિવેકાનંદજી તાલીમ વિવિધ 2 કેટેગરીમાં યોજાઇ હતી જેમાં 60 ઉમેદવારો અને 24 ઉમેદવારો એમ બે વિભાગમાં તાલીમ યોજાઇ હતી જેમાં કુલ 84 ઉમેદવારોએ ભાવનગર મદદનિશ નિયામક રોજગાર કચેરી હેઠળ તાલીમ લઇ જામનગર આર્મી ભરતી રેલીમાં 34 ઉમેદવારોની પણ પસંદગી થઇ હતી.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 12 જિલ્લામાં ભાવેણાનો દબદબો
અન્ય સમાચારો પણ છે...